તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લિંગડ ગામમાં હળપતિ આવાસની ફાળવણીમાં ગેરરીતિ કરાઈ : કોંગ્રેસ

લિંગડ ગામમાં હળપતિ આવાસની ફાળવણીમાં ગેરરીતિ કરાઈ : કોંગ્રેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાના લિંગડ ગામે હળપિત ગૃહનિર્માણ બોર્ડ દ્વારા મંજૂર થયેલ હળપતિ આવાસમાં ભારે ગેરરીતિ થઈ છે. જ્યાં હળપતિઓ હેન્ડપંપથી પાણી ભરે છે તેવી જગ્યા ઉપર પણ હળપતિ આવાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતાં આજ રોજ પલસાણા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્થળ મુલાકાત લઈ પલસાણા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તાલુકાનાં મોટા ભાગનાં ગામોમાં હળપતિ આવાસમાં ભારે ગેરરીતિ થઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

પલસાણા તાલુકાના લિંગ ગામે હળપતિ ગૃહ નિર્માણ બોર્ડમાંથી મંજૂર થયેલાં મકાનો અંગે વિસ્તારના કેટલાક હળપતિઓએ આવાસ ફાળવવામાં તેમજ બાંધકામમાં પણ ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ તાલુકા પંચાયતના સભ્ય ઉકાભાઈ રાઠોડને કરી હતી. જેથી અંગે ઉકાભાઈ દ્વારા લિંગડ ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી પાસે આવાસ ફાળવણીનું લિસ્ટ મંગાવવામાં આવ્યું હતું. તેમ છતાં મંજૂર થયેલ લાભાર્થીઓની યાદી તાલુકા પંચાયત સદસ્યને આપી ગોળગોળ જવાબ મૌખિક આપવામાં આવ્યો હતો. જેથી અંગે તપાસ કરતાં 50 વર્ષથી વધુ સમય એક સ્થળે રહેતા લાભાર્થીઓના નામ નથી જ્યારે સગીર વ્યક્તિઓના નામે પણ આવાસો ફાળવવામાં આવ્યા છે.

તલાટી કમ મંત્રી દ્વારા ખોટા દસ્તાવેજી પુરાવા અને માલિકીના પુરાવા ઊભા કરવામાં આવ્યા હોવાનું પણ જણાવી મકાનો ખોટી રીતે મંજૂર કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ માજી સરપંચ તથા માજી તા. પં. સભ્યના કુટુંબના લોકો તથા સગાવહાલાને આવાસો ફાળવવામાં આવ્યા છે. જ્યારે ખરા સાચા લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી નથી. તેમજ તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી લિંગડ ગામે જ્યાં હેન્ડ પંપ નંખાયો છે તે હેન્ડ પંપ ઉપર પણ આવાસો ખોટી રીતે બનાવવામાં આવતાં ત્યાંના રહીશોમાં પણ રોષ વ્યાપ્યો છે.

અંગે તાલુકા પંચાયત કચેરીએ કોંગ્રેસના આગેવાન તરુણભાઈ વાઘેલા, કિરણભાઈ લાકડાવાળા, પ્રવીણભાઈ પરમાર, વિનોદભાઈ પાઠક, ભારતીબહેન ઓરણાકર અને પલસાણા કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ નાયક ઉકાભાઈ રાઠોડ જેવા કોંગ્રેસના આગેવાનોએ લેખિતમાં લિંગડ બનતાં હળપતિ આવાસમાં ભારે ગેરરીતિ કરી હોવાનું જણાવ્યું હતું અને તલાટી કમ મંત્રી તથા સરપંચ દ્વારા ઊભા કરેલ દસ્તાવેજી પુરાવાની તપાસની માંગણી કરી હતી. હાલ તો તાલુકા વિકાસ અધિકારીઓએ અંગે સર્કલને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

લિંગડ ગામે થઈ રહેલ આવાસનું બાંધકામ અને કોંગ્રેસી દ્વારા રજૂઆત કરાઈ.

લિંગડ ગામે હેન્ડપંપની જગ્યા પર આવાસ બનાવતાં લોકોમાં રોષ

અન્ય સમાચારો પણ છે...