તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહુવા તાલુકાના સેવા સેતુ કાર્યક્રમમાં 4405 અરજદારોના પ્રશ્નોનો નિકાલ

મહુવા તાલુકાના સેવા સેતુ કાર્યક્રમમાં 4405 અરજદારોના પ્રશ્નોનો નિકાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાતાલુકાની જનતાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવાના હેતુ સાથે સેવા સેતુ કાર્યક્રમનું યોજન મહુવા પ્રાથમિક શાળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. મહુવા ધારાસભ્ય સહિત બારડોલી પ્રાંત, મહુવા મામલતદાર, મહુવા ટીડીઓ અને મહુવા પીએસઆઈની ઉપસ્થિતિમાં 20 ગામના 4405 અરજદારોની અરજીનો સ્થળ પર નિકાલ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે 100 દિવસના શાસનમાં 128 લોકોપયોગી નિર્ણય લીધા છે. ચૂંટાયલા પ્રતિનિધિઓ, અગ્રણીઓ તેમજ પ્રજાજનો તરફથી મળતી રજૂઆતો અને તાલુકાની જનતાના કામોનો સ્થળ પર નિકાલ થાય. પ્રજાના ઘર આંગણે જઈ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો અને સરકારની વિકાસની સરવણી વહેતી રહે તે હેતુ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા પ્રાથમિક શાળામાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું અને સેવા સેતુ કાર્યક્રમનો આશય સમજાવી લોકોને આવશ્યક સેવો ઉપલબ્ધ થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

મહુવા તાલુકાની કાની, પથરોણ, તરસાડી, જોળ, રાણત, અમરોલી, મહુવા, બોરિયા, મહુડી, શંકર તલાવડી, ઢુંઢેસા, શેખપુર, મુડત, અંધાત્રી જેવા 20 ગામોના 4405 જેટલા અરકજદારોની સમસ્યાનો સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ પર નિકાલ કર્યો હતો. ઉપરાંત વિવિધ લાભાર્થીઓને ઉપસ્થિત મહેમાનો અને અધિકારીઓના હસ્તે ચેક અને જરૂરી કીટનું વિતરણ પણ કરાયું હતું. સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે મહુવા ધારાસભ્ય ઉપરાંત બારડોલી પ્રાંત અધિકારી યોગીરાજસિંહ ગોહિર, મહુવા ત. પં. પ્રમુખ રાકેશભાઈ પટેલ, ઉપપ્રમુખ મનીષાબહેન ચૌધરી, મહુવા તા. પં. ભાજપ પ્રમુખ જીગરભાઈ નાયક, ઉપપ્રમુખ જયમીન પટેલ, અનિલભાઈ પટેલ, પી. બી પટેલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

5048 પૈકી 679 અરજીઓ પેન્ડિંગ

સેવાસેતુ કાર્યક્રમમાં 20 ગામના કુલ 5048 અરજદારોની અરજી મળી હતી. જેમાંથી 4405 અરજીનો સ્થળ પર નિકાલ કરાયો હતો. જ્યારે 679 અરજીનો નિકાલ બાકી છે.

મહુવામાં પ્રગતી સેમાં ઉપસ્થિત મહાનુભવો.

કાર્યક્રમમાં 20 ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...