તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પલસાણાના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો

પલસાણાના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાચાર રસ્તા ખાતે આવેલ ઈનામભાઈની ચાલમાં રૂમ નં 49માં રહેતા મોહસીન મોબીન તથા તાસીન મોબીન (27)નાઓ મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના હનુમાનગંજ તાલુકાના મરખપુરવાના વતની છે. બંન ભાઈઓ પલસાણા ઔદ્યોગિક એકમ વિસ્તારમાં નોકરી કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગત તારીખ 25મી નવેમ્બરના રોજ સાંજે 7.00 વાગ્યા પહેલા તાસીન રૂમમાં એકલો હતો. તેનો ભાઈ મહોસીન બહાર હતો. 7.00 વાગ્યાની આસપાસ તે રૂમ પર આવીને દરવાજો ખોલવા પ્રયત્ન કરતાં દરવાજો અંદર બંધ હતો. ભારે પ્રયત્ન કરવા છતાં દરવાજો ખુલ્યો હતો. તાસીન અંદરથી કોઈ જવાબ આપતો હતો. જેથી મોહસીન તથા આજુબાજુના રહીશોએ દરવાજો તોડીને અંદર જોયું તો તાસીને કોઈ કારણસર પંખાની હુક સાથે લુંગી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે મોહસીને પલસાણા પોલીસને જાણ પોલીસે અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...