તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલીના રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ફરી શરૂ

બારડોલીના રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ફરી શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીસ્ટેશન વિસ્તારમાં આવેલ રત્નસુંદરમ એપાર્ટમેન્ટ (નગીન દેસાઈની ચાલ) માં મહારાણા દાણાચણા નામની દુકાન માલિક દ્વારા રહેણાંક વિસ્તારમાં કોમોર્શિયલ શોપિંગમોલ બનાવવામાં આવ્યો છે. બાંધકામને લઈ સ્થાનિકો વિરોધ કરી બાંધકામ અટકાવી દીધુ હતું. અને હાલમાં થોડા લાંબા સમય બાદ ફરી બાંધકામ શરૂ કરતાં સ્થાનિકોએ ફરી એકવાર બાંધકામ અટકાવી દીધુ છે. હવે મામલે સ્થાનિક રહીશો અને વેપારી આમને સામને આવી ગયા છે.

બારડોલી સ્ટેશન વિસ્તારમાં આવેલ રત્નસુંદરમ એપાર્ટમેન્ટ-નગીનદેસાઈની ચાલમાં જીવણસિંહ હીરાલાલ ચાંદલિયાની મહારાણાદાણા ચણા નામની દુકાન આવેલ છે. અને તેમના દ્વારા જૂની દુકાન તોડી નાંખ્યા બાદ રેસિડેન્સિયલ વિસ્તારમાં મસમોટો કોમોર્શિયલ શોપિંગમોલ બનાવવામાં આવ્યો છે. બાંધકામ બાદ ખુલ્લી રહેલી તેમની જગ્યામાં અન્ય બાંધકામ શરૂ કરતાં મહિના અગાઉ સ્થાનિકોએ બાંધકામનો વિરોધ કરી તે અટકાવી દીધુ હતું. હવે ફરી બાંધકામ શરૂ થતાં લોકોએ શનિવારના રોજ સવારે સ્થળ ઉપર જઈ બાંધકામ અટકાવી દીધુ હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે બાંધકામ શક્ય નથી. રહેણાંક વિસ્તારમાં કોર્મશીયલ બાંધકામ કરવું યોગ્ય નથી. શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. તમાં પાર્કિંગ સહિત અન્ય કોઈ વ્યવસ્થા હોવાનો સ્થાનિકે આક્ષેપ કર્યો હતો. અને ગ્રાહકો દ્વારા સોસાયટીના રસ્તાઓ તેમજ ઘરઆંગણે ગાડીઓ પાર્ક કરતાં સોસાયટીના રહીશોએ ઘરની બહાર નીકળવું તેમજ બાળકો માટે અકસ્માતનો જોખમ રહેલો છે. ભવિષ્યમાં જગ્યા ઉપર થઈ રહેલા બાંધકામને લઈ સ્થાનિકોમાં મોટુ દુષણ ઊભુ થવાનો આક્ષેપ કરી રહ્યાં છે. મહિના બાદ અચાનક શરૂ કરવામાં આવેલ બાંધકામ સ્થાનિકોએ અટકાવી દીધુ હતું. પરંતુ પોલીસ તંત્ર કે પાલિકાના અધિકારીઓ જગ્યા ઉપર ફરક્યા હતાં.

સ્થાનિકોની રજૂઆત બાદ પણ કાર્યવાહી નહીં

સ્થાનિકઆગેવાનોને રજૂઆત કરવા છતાં હજુ સુધી બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં આબાબતે યોગ્ય નિરાકરણ નહીં આવેતો વાતાવરણ ગંભીર બને તેવી સ્થિતિ નકારી શકાય નહીં.

રત્નસુંદરમ એપાર્ટમેન્ટનું બાંધકામ શરૂ થતાં સ્થાનિકોમાં રોષ.

સ્થાનિકોએ ભેગા મળી બાંધકામ અટકાવતા માહોલ ગરમાયો

અન્ય સમાચારો પણ છે...