તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી પાલિકાએ છૂટના મળેલા 13 દિવસમાં 1.24 કરોડની વસૂલાત કરી

બારડોલી પાલિકાએ છૂટના મળેલા 13 દિવસમાં 1.24 કરોડની વસૂલાત કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંકેન્દ્ર સરકારે 500 અને 1000ની ચલણી નોટ બંધ કરવાનો નિર્ણય બારડોલી નગરપાલિકા માટે ફાયદાકારક નિવડ્યો હતો. બંધ કરેલી ચલણી નોટો વેરા વસૂલાત માટેની છૂટ આપવામાં આવતાં 14 દિવસમાં 1.24 કરોડ માંગણીની વસૂલાત કરવાની સફળતા મળી છે. સાથે નગરજનોને પણ રાહત થઈ હતી.

બારડોલી નગરપાલિકામાં ભારતીય દરની રદ્દ થયેલી 500 અને 1000ની ચલણી નોટ વેરા વસૂલાતમાં નગજનોને ભરવાની છૂટ આપવામાં આવીહ તી. જેનો ફાયદો પાલિકાની માંગણાની રકમમાં થયો છે. વર્ષ 2016-17નું પાલિકાનું બાકી સહિતનું 5.36 કરોડનું માંગણું હતું. જે 1 એપ્રિલ 2016થી 10 નવેમ્બર 2016 સુધી માંગણીની રકમ કુલ 2.37 કરોડની વસૂલાત કરી હતી. જોકે, 8મી નવેમ્બરની રાત્રે 500 અને 1000ની ચલણી નોટ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો હતો. જોકે, 11મી નવેમ્બરથી પાલિકાઓમાં રદ્દ કરેલી ચલણી નોટ નગરજનોને ભરવાની છૂટ આપવામાં આવી હતી. જેના કારણે 11થી 24મી નવેમ્બર સુધીના માત્ર 14 દિવસમાં નગરજનોએ અભૂતપૂર્વ વેરાની ભરપાઈ કરી છે. 1.24 કરોડ રૂપિયા ભરવામાં આવ્યા છે. ચાલુ વર્ષમાં 100 ટકા રિકવરી માંગણાની રકમમાં થવાની આશા વેરા વિભાગ દ્વારા સેવામાં આવી રહી છે. નવેમ્બર સુધીમાં 3.62 કરોડની વસૂલાત થઈ ગઈ છે. બારડોલી નગરપાલિકામાં માંગણાનો ઘણો બાકી વેરો પણ ભરપાઈ થઈ ગયો હોવાનું જાણવા મળેલ છે.

પાલિકા અને નગરજનો બંનેને હાશકારો

પાલિકાના ઘણા બાકીદારો 500 અને 1000ની જૂની નોટ ભરવાની છૂટનો લાભ લઈ લીધો

13 દિવસમાં થયેલી માગંણાની વસૂલાત

સરકારના નોટબંધીના નિર્મય બાદ તા. 11મી નવેમ્બરથી પાલિકાઓમાં રદ્દ કરેલી ચલણી નોટ નગરજનોને ભરવાની છૂટ આપવામાં આવી હતી. જેના કારણે 11થી 24મી નવેમ્બર સુધીના માત્ર 14 દિવસમાં નગરજનોએ અભૂતપૂર્વ વેરાની ભરપાઈ કરી

અન્ય સમાચારો પણ છે...