તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોતા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ગણવેશ, કિટ,નોટબુક, વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ગણવેશ, કિટ,નોટબુક, વિતરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનામોતા ગામની પ્રાથમિક શાળામાં દેવનારાયણ પરિવાર તારચંદ બાપુ તરફથી વિધાર્થીઓને ગણવેશ, કીટ,નોટબુક, વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે સુરતના સમીરભાઈ પચ્ચીગર, સુરતના ગુજરાત મીડિયાના અધ્યક્ષ સાધનાબેન સાવલિયા, ફિરોઝભાઈ મેમણ, ઘનશ્યામભાઈ સોની, યુસુફભાઈ લાખાણી, મોહનભાઇ ગુપ્તા, પવનભાઈ અગ્રવાલ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ મુકેશભાઇ પટેલે શાળા પરિવારને કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. દાન અને સંસ્કાર ઘડતર માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ તારચંદ બાપુનો આભાર માન્યો હતો. દેવનારાયણ પરિવારે બાળકોને યુનિફોર્મ, અને નોટબુક આપવાની સેવાકીય પ્રવૃત્તિ ખૂબ સરાહનીય છે. ઉપસ્થિત તમામ મહેમાનોએ રોકડ પુરષ્કાર આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ગામના ઉમેશભાઈ પટેલે 5000 જેટલી રકમ આપી ઉમદા સેવા કાર્ય કરી શાળા પ્રત્યેનો ભાવ પ્રગટ કર્યો હતો. શાળાના આચાર્ય મિનલબેને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. અને દેવનારાયણ પરિવાર તથા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોતા પ્રાથમિક શાળામાં તિથિ ભોજનના કાર્યક્રમમાં વિધાર્થીઓને યુનિર્ફોર્મનુ વિતરણ કરાયુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો