• Gujarati News
  • સિંગોદના ડૂબેલા યુવકની લાશ પલસાણામાંથી મળી

સિંગોદના ડૂબેલા યુવકની લાશ પલસાણામાંથી મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ : સિંગોદ ગામે વાંદરીયા ફળિયામાં રહેતો ૩૦ વર્ષીય યુવાન ગત ૨૬મી મેના રોજ સાંજે ૬.૦૦ કલાકે કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાં નાહવા પડતાં પાણીમાં ડૂબી ગયો હતો. આ યુવકની લાશ તલોદરા ગામે પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાંથી મળી આવી હતી. બારડોલી તાલુકાના સિંગોદ ગામે આવેલા વાંદરીયા ફળિયામાં રહેતા અનિલભાઈ રણજીતભાઈ રાઠોડ (ઉ.વ.૩૦)એ ગત ૨૬મી મેના રોજ સાંજે ૬.૦૦ કલાકે કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાં કપડા કાઢીને નાહવા પડયો હતો. આ નહેરના ધમસતા પાણીમાં તણાઈ ગયો હતો. આ અંગેની જાણ તેના પરિવારજનોને થતાં તેની શોધખોળ હાથ ધરી હતી. તેની કોઈ ભાળ મળી ન હતી.આખરે ૨૮મીમેના રોજ અનિલભાઈ રાઠોડની લાશ પલસાણા તાલુકાના તલોદરા ખાતેથી પસારથતી કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાંથી મળી આવી હતી. જે અંગે પલસાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.