તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોરી ગામે આંબાવાડીમાંથી 25 હજારનો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરી ગામે આંબાવાડીમાંથી 25 હજારનો દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીતાલુકાના મોરી ગામે આવેલ આંબાવાડીમાં વિદેશી દાર સંતાડ્યો હોવાની બાતમી મળતા કડોદ ઓપીના સ્ટાફ દ્વારા તપાસ કરતાં વાડીની બંગલીમાંથી 25300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ઘટનામાં એક આરોપીની અટક કરી છે. જ્યારે મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.

બારડોલી તાલુકાના મોરી ગામે સુરેશભાઈ પ્રેમાભાઈ પટેલની આંબાવાડી આવેલ છે. આંબાવાડીની દેખરેખ કરવા માટે વસંતભાઈ અરજનભાઈ જાધવ (રહે. પટેલ ફળિયું મોરી ઉછરેલ, તા. બારડોલી)ને રાખ્યા છે. સુરેશભાઈની આંબાવાડીમાં આવેલ બંગલીમાં વિદેશી દારૂ સંતાડ્યો હોવાની બાતમી કડોદ પોલીસને મળી હતી. જે બાતમી આધારે કડોદ ઓપીના જમાદાર હેમંત મહેતા, રિતેશ છત્રસિંહ સહિતના સ્ટાફે સોમવારની રાત્રિ દરમિયાન રેડ કરી હતી. આંબાવાડીમાં આવેલ બંગલી બંધ હોય તેના દરવાજાનું તાળુ તોડી અંદર તપાસ કરતાં 42 નંગ વિદેશી દારૂ અને 1 નંગ બિયર મળી આવ્યો હતો જેની કિંમત 25300નો મુદ્દામા પોલીસે જપ્ત કર્યો હતો. ઘટનામાં આંબાવાડીની દેખરેખ કરતાં વસંતભાઈ જાધવ જે દારૂનો જથ્થો મુકવામાં બુટલેગરને મદદગારી કરતો હોવાથી તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ વેચનાર મહિલા બુટલેગર દક્ષાબહેન શંકરભાઈ હળપતિ (રહે. ટાંકી ફળિયું, મોરી ઉછરેલ, તા. બારડોલી)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો