તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નાંદીડા ગામે 3 વિકાસ કામનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાંદીડા ગામે 3 વિકાસ કામનો પ્રારંભ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીતાલુકાના નાંદીડા ગામે 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી નવા ચૂંટાયેલ ગ્રામપંચાયતના શાસોક દ્વારા ગામમાં પ્રાથમિક સુવિધાના કામોની શરૂઆત કરી હતી. બે નવા સીસીમાર્ગ અને વરસાદી પાણીના નિકાલ માટે લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નાંદીડા ગામના મહિલા સરપંચ ઝીનત રાઠોડ અને ઉપસરંપચ હસમુખભાઈ પરમાર તેમજ ગ્રામ પંચાયતના સભ્યોની હાજરીમાં સત્તા સંભાળ્યા બાદ ગામમાં 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પ્રાથમિક સુવિધાના કામોની પહેલ મંગળવારના રોજ કરી હતી. ગામમાં બે મહત્વના સીસી રોડ અંદાજિત 1.35 લાખના ખર્ચે અને એક વરસાદી પાણીના નિકાલ માટે અંદાજિત 60 હજારના ખર્ચે ગટર લાઈન બનાવવાના આયોજન બાદ ખાતમુહૂર્ત કરાયું હતું. ગામમાં વિકાસલક્ષી કામોના પ્રારંભ થયો છે.

તબક્કાવાર ગ્રામજનોને પડતી અસુવિધાઓને દૂર કરવા વિકાસલક્ષી કામગીરી કરવાની તૈયારી બતાવી હતી. તાલુકા પંચાયતના સભ્ય પણ ખાતમુહૂર્તના કાર્યક્રમ સમયે હાજરી આપી હતી.

નાંદીડામાં સીસી અને ગટરના કામનું ખાતમુહૂર્ત કરાયું.

2 સીસી રોડ અને વરસાદી પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો