• Gujarati News
  • National
  • આજે બારડોલી નવસારી રોડના મુદ્દે પ્રાંતને લેખિત રજૂઆત કરાશે

આજે બારડોલી નવસારી રોડના મુદ્દે પ્રાંતને લેખિત રજૂઆત કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારનારોજ ભૂવાસણની જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાનની આગેવાનીમાં બારડોલી નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર આપશે. બારડોલી નવસારી રોડના અધૂરા કામને લઈ ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે તેમજ કોન્ટ્રાકટરની લપરવાહીને કારણે અનેક વખત અકસ્માતો થયા હોવા છતાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાનના પ્રમુખ અલ્પેશ માહ્યાવંશીના જણાવ્યા અનુસાર બારડોલીથી નવસારી જતો રોડને પહોળો કરવાની કામગીરી અધૂરી રાખવામાં આવી છે. તૂટક તૂટક કામને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. ઘણી જગ્યએ મસમોટા ખાડાઓ પડેલા હોય અકસ્માતની ઘટના વધી ગઈ છે. રોડ પર બનાવવામાં આવેલ ત્રણ સ્લેબ ડ્રેનેજ ખૂબ જોખમી હોવા છતાં તેના પર કોઈ પણ પ્રકારનું ડામર કામ કરવામાં આવ્યું નથી. આથી સ્થાનિક લોકોએ ભૂવાસણ ખાતે આવેલ જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાનના માધ્યમથી નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર આપી અધૂરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ જોખમી સ્લેબ ડ્રેનેજ પર ડામર પાથરવાની માંગ કરવામાં આવનાર છે. સોમવારના રોજ સવારે 11.00 કલાકે તાલુકા સેવા સદન બારડોલી ખાતે નાયબ કલેક્ટરને આવેદન સુપરત કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો જોડાય તેવી અપીલ સંસ્થા તરફથી કરવામાં આવી છે.

માર્ગમકાન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી

અન્ય સમાચારો પણ છે...