તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વરાડની શાળામાં થયેલી ચોરીમાં ચાર આરોપીની ધરપકડ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાડની શાળામાં થયેલી ચોરીમાં ચાર આરોપીની ધરપકડ કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીતાલુકાના વરાડ ગામની આદર્શ મિશ્ર શાળામાં 13મી માર્ચના રોજ રાત્રિના સમયે ચોરી થઈ હતી. જે અંગે બારડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અને તેની તપાસ હાથ ધરતાં બારડોલી પોલીસે ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો હતો. પોલીસે ગુનામાં એક સગીર સહિત 7 આરોપીની અટક કરી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ગત 13 માર્ચ 2017ના રોજ વરાડની મિશ્ર પ્રાથમિક શાળામાંથી કોમ્પૂટર સહિતની 66 રૂપિયાની ચોરી થઈ હતી. જે અંગે બારડોલી પોલીસમાં ગુનો નોંધ્યો હતો. ગુના સંદર્ભે બારડોલી પોલીસે તપાસ હાથ ધરી હતી. કમ્પ્યુટરની ચોરીમાં ગામના ચાર શખ્સો પરેશ ઉર્ફે કાળિયો ઉકકડ ઉર્ફે ભિખા હળપતિ, જયકુમાર ઉર્ફે રામજી રાવજી મહેતા, જયેશ જીતુ રાઠોડ અને એક સગીરે કરી છે. બાતમીના આધારે પોલીસે ચારેય શખ્સોને બારડોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પૂછપરછ હાથ ધરી હતી. સઘન પૂછપરછ દરમિયાન તેઓએ વરાડ પ્રા. શાળાની ચોરીની કબૂલાત કરી હતી. ચોરી કરેલો મુદ્દામાલ મુદ્દામાલ તેમણે બારડોલી તાલુકાના ગોજી ખાતે રહેતા ધર્મેશ ઉર્ફે ધમો ઠાકોર રાઠોડના ઘરે મુકેલ હોવાનું જણાવતા પોલીસે ધર્મેશના ઘરમાંથી રૂ. 66,650ની કિંમતનો તમામ મુદામાલ કબ્જે લઈ ધર્મેશની ધરપકડ કરી હતી. પોલીસે તમામ સાત આરોપીની અટક કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ચોરોએ 2015માં પણ LCD ની ચોરી કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો