તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પલસાણા તા.પં. પર કામદારોનાં ધરણાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પલસાણા તા.પં. પર કામદારોનાં ધરણાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતસરકાર દ્વારા 11 માસના કરાર આધારિત કર્મચારીઓનું શોષણ કરી તેમને નજીવા દરથી નોકરી કરાવતાં હોવાની પલસાણા તાલુકા પંચાયત કચેરીએ ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો. અને સરકાર જ્યાં સુધી તેમની માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં કરારઆધારિત કરેલ ભરતીના કર્મચારી હડતાલ ચાલુ રાખશે તેમ ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ દ્વારા જણાવ્યું હતું.

પલસાણા તા. પં.ના ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારી હડતાલ ઉપર જતા સ્વચ્છ મિશન રાષ્ટ્રીય સ્વરોજગાર યોજના (એનઆરજી) મિશન મંગલમ જેવી યોજનાની કામગીરી ખોરંભે પડી છે. ડીઆરડીના કર્મચારી સાગર દ્વારા જણાવ્યું હતું કે હમો ટેકનિકલ તેમજ બેઝીક રીતે અભ્યાસ કરીને પણ આજે રાજ્ય સરકાર દ્વારા નજીવા દરે અમને નોકરીએ રાખવામાં આવે છે. આજે પ્રાઈવેટમાં પાંચ ઘણો પગાર અપાય છે. ત્યારે સરકાર હમોને શિક્ષિત હોવા છતાં 11 મહિનાના કરાર આધારિત નોકરી ઉપર રાખી નજીવાદરે નોકરી આપી અમારુ શોષણ કરતી હોય તેમ લાગે છે. માટે હમે સમાન હક સમાન કામના સૂત્ર સાથે જ્યાં સુધી હમારી માંગણીના સંતોષાય ત્યાં સુધી હડતાલ ઉપર ઉતરવાનું તેમજ ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમ ડીઆરડીના કર્મચારીઓ દ્વારા પલસાણા તાલુકા પંચાયતના પટાંગણમાં ગત 14મીથી હડતાલ ઉપર ઉતરી કામનો બહિષ્કાર કરી પોતાની માંગણીના સંતોષાય ત્યાં સુધી ધરણા કરીશું.

કોન્ટ્રાક્ટ હેઠળના કામદારોની વિવિધ માંગો પૂરી કરવા લડત

હડતાલ પર ઉતરેલા કર્મચારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો