તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આરટીઓમાં મહિલા કર્મચારીની છેડતી કરનાર આધેડની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરટીઓમાં મહિલા કર્મચારીની છેડતી કરનાર આધેડની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનાઆધેડ ઇબ્રાહિમ ઇસ્માઇલ બંગ દ્વારા આર.ટી.ઓ. ઓફિસમાં કામ કરતી યુવતીને લંડન લઈ જવાની વાત કરી પીછો કરતા હોવાની ફરિયાદ વ્યારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી.

ટીચકપુરા ખાતે આરટીઓમાં નોકરી કરતી યુવતી સાહિસ્તા (કે જેનું નામ બદલ્યું છે) પોતાની ફરજ પર હાજર હતી. તે અરસામાં બારડોલીના એક આધેડ કે જેનું નામ ઇબ્રાહિમ ઇસ્માઇલ બંગ આશિયાના નગર બારડોલીના દ્વારા નવું લાઇસન્સ મેળવવા ક્યાંથી મેળવી શકાય તે અંગેની પુછપરછ કર્મચારી સંજીવભાઈ ચૌધરીને કરતા તેમણે પી .આર.ઓ ઓફિસમાંથી મેળવી લેવા સૂચન કરતા આધેડ પીઆરઓ ઓફિસ તરફ ગયેલો અને ત્યાંથી બે ફોર્મ લઈ યુવતીના ઓફિસની સામે આવેલ વેઇટિંગ રૂમના બાંકડા પર બેસી યુવતી તરફ અનિમેષ નજરે જોયા કરતો હતો.

સાંજના 5 વાગવા છતાં આધેડ બાંકડા પર બેસેલ હોય તેમને જણાવેલ કે હમણાં કોઈ કામ નહીં થાય કાલે આવજો ત્યારે આધેડ દ્વારા જણાવેલ કે તેમનો મિત્ર તેમને લેવા આવે છે. યુવતીનો નોકરીનો સમય પૂર્ણ થતા યુવતી બસમાં જવા માટે બસસ્ટેન્ડ તરફ જતી હોય આધેડ એક બાઈક (જીજે 19 એન 4233) પર પીછો કરી જણાવેલ કે તું ઉભી રહે, હું તારા માટે પૂરો દિવસ બેસી રહ્યો હતો, અને પીછો કરતા આધેડને યુવતીએ ગુસ્સામાં જણાવ્યું હતું કે હું તમને ઓળખતી નથી. મારો પીછો કેમ કરો છો ત્યારે આધેડે જણાવેલ કે મારુ નામ ઇસ્માઇલ છે હું તને ઓળખું છું, અને હું તને લંડન લઈ જવાનો છું, અને વધુ વાતચીત કરી પરેશાન કરી રહ્યો હોય યુવતી ગભરાઈ જતા બૂમો પડતા નજીકમાં બે ત્રણ ઈસમો દોડી આવતા આધેડ બચવા માટે મોટર સાઇકલ પર ભાગવા જતા બાઈક સ્લીપ થઈ જતા રોડ પર પડી ગયેલ અગાઉ પણ આધેડે આજ યુવતીનો બારડોલી ખાતે બસ સ્ટોપ પર પીછો કર્યો હતો. આધેડે અંગત વાત કરવા સંપર્ક સાધવા પ્રયત્ન કરેલ હોવાનું યુવતીએ પોતાની ફરિયાદ કરી છે. આધેડની બારડોલી ખાતેથી અટક કરતા તેનું નામ ઈબ્રાહી ઇસ્માઇલ બંગ હોવાનું જાહેર થયું છે. અંગે વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. કે. દવેરા કરી રહ્યા છે.

બારડોલીની આધેડે લંડન લઇ જવાનું કહી યુવતીનો પીછો કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો