તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કડોદમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીસત્યાગ્રહ હોસ્પિટલ અને સીએચસી બારડોલી, તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી તથા રોટરી ક્લબ ઓફ બારડોલીના સંયુક્ત ઉપક્રમે સીએચસી કડોદ ખાતે એક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ રમણભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું.

બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલની તજજ્ઞ ડોક્ટર્સની ટીમ દ્વારા અલગ અલગ વિભાગમાં સેવાઓ આપવામાં આવી હતી. કેમ્પનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાંત તબીબોની સેવાઓ મળી રહે તે છે. કેમ્પમાં કુલ 491 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં સ્ત્રીરોગ વિભાગમાં કુલ 72 દર્દીઓ, આંખ વિભાગમાં કુલ 165 દર્દીઓ, બાળરોગમાં કુલ 80 દર્દીઓ, દંત ચીકીત્સા વિભાગમાં કુલ 33 દર્દીઓ, સર્જરી વિભાગમાં કુલ 23 દર્દીઓ તથા જનરલ મેડિસિન વિભાગમાં કુલ 150 દર્દીઓને સેવા આપવામાં આવી હતી. દર્દીઓની લેબોરેટરી તપાસ પણ વિના મૂલ્યે કરવામાં આવી હતી. જેમને જરૂરિયાત હશે તેવા દર્દીઓને ઓપરેશન પણ બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. કેમ્પમાં રોટરી ક્લબ બારડોલીના પ્રેસિડેન્ટ રો. હાર્દિક પટેલ, રો. અચલ દેસાઇ, રો. વ્યોમ પાઠક અને રો. નેહલ નાયકે હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલના અધિક્ષક ડૉ. અમૃત પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અશોક દેવનાની તથા સીએચસી કડોદના અધિક્ષક ડૉ. મનોજ ચૌધરીના આયોજન અને માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.

કડોદ સીએચસી ખાતે યોજાયેલ કેમ્પ.

કડોદ સીએચસીમાં યોજાયેલા કેમ્પનો 491 દર્દીએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો