તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નહેર શરૂ થયા પછી દ. ગુજરાતમાં 13 હજાર એકર શેરડીનું વાવેતર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નહેર શરૂ થયા પછી દ. ગુજરાતમાં 13 હજાર એકર શેરડીનું વાવેતર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાલુસિઝનમાં ખાંડના ભાવ ઊંચા રહ્યા છે અને બે માસ જેટલો સમય ઉકાઈ ડાબા કાંઠા અને જમણા કાંઠાની નહેરોમાં પાણી છોડવામાં આવ્યું હતું અને અગાઉના વર્ષોમાં ખાંડ ભાવ નીચા રહ્યા હોય શેરડીના પોષણક્ષમ ભાવો મળતા હતા આવી પરિસ્થિતીમાં ગત વર્ષથી ખાંડના ભાવોમાં સુધારો આવ્યા બાદ ચાલુ વર્ષે ભાવ વધુ ઊંચકાયો હતો જેને ધ્યાનમાં લઈ બે મહિના બાદ નહેર શરૂ થતાં દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓમાં છેલ્લા એક માસ દરમ્યાન 13 હજાર એકર જેટલું શેરડીનું વાવેતર થયું છે. છેલ્લા ઘણા વર્ષોથી ખાંડ ઉદ્યોગની પરિસ્થિતી કપરી હતી.

શેરડીના ભાવો નીચા જતાં રહ્યા હતા. બીજી તરફ ઉત્પાદન ખર્ચ દિવસે દિવસે વધતો હતો. આવી પરિસ્થિતીમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ શેરડીની ખેતી બંધ કરી અન્ય ખેતી તરફ વળ્યા હતા. સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં હતી. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત તાપી અને નવસારી જિલ્લામાં શેરડીનું વાવેતર વધુ થાય છે. ખેડૂતો છેલ્લા બે વર્ષ દરમ્યાન શેરડીની ખેતીમાંથી રસ ઓછો કરી દીધો હતો પરિણામે શેરડીનું વાવેતર ઘટી ગયું હતું. વિસ્તારની સહકારી ધોરણે ચાલતી સુગર ફેક્ટરીઓમાં છેલ્લી બે સિઝનથી પૂરતા પ્રમાણમાં શેરડીનો પુરવઠો મળતો નથી જેથી માર્ચના અંત સુધી કે એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી ચાલતી સુગર ફેક્ટરીઓ માર્ચના પ્રથમ સપ્તાહમાં અથવા તો 15 માર્ચ સુધીમાં બંધ થઈ ગઈ હતી. હાલમાં બે સુગર ફેક્ટરીઓ પીલાણ કરી રહી છે. જો કે ગત વર્ષ અને ચાલુ વર્ષે ખાંડના ભાવ ઊંચા ગયા છે. દરમ્યાન રાજ્ય સરકારે અનુસંધાનપાના નં. 2

મોંઘા ભાવે બિયારણની ખરીદી

દરવર્ષની સરખાણીમાં સુરત નવસારી જિલ્લાની સુગર ફેક્ટરીઓ પાસે શેરડીનો પુરવઠો ઓછો હતો અને પુરતા પ્રમાણમાં બિયારણ હોવાથી દરેક સુગર ફેક્ટરીઓએ મહારાષ્ટ્રથી મોટા પ્રમાણમાં બિયારણ મંગાવવું પડ્યું હતું. ઉત્તર પ્રદેશથી પણ બિયારણ મંગાવું પડ્યું હતું. બિયારણનો ભાવ 3500થી ચાલુ થયા હતાં અને 8500 રૂપિયા ટન સુધીનું બિયારણ મંગાવ્યું હતું.

સુરત જિલ્લાના વિવિધ ગામોમાં કરવામાં આવેલું શેરડીનું વાવેતર

નહેરશરૂ થયા પછી સુગર ફેક્ટરીઓમાં નોંધાયેલું અંદાજિત વાવેતર બારડોલી 3000 એકર ચલથાણ 2800 એકર મઢી 3000 એકર સાયણ 1000 એકર મહુવા 1000 એકર કામરેજ 800 એકર અન્ય સુગર ફેક્ટરીઓ 2000 એકર

ચાલુ સિઝનમાં ખાંડના ભાવ ઊંચા જતાં પાછળથી વાવેતર વધ્યું

દક્ષિણ ગુજરાતની નહેરોમાં સિંચાઇનું પાણી શરૂ થતાનની સાથે ખેડૂતો હરખભેર શેરડીના વાવેતરમાં જોતરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો