• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • લેખાંજોખાં| વર્ષ 2017માં અત્યાર સુધીમાં 1,23,856 હેકટર, જ્યારે ચાલુ સિઝનમાં 1,12,094 હેકટર વાવેતર નોંધાયું છે

લેખાંજોખાં| વર્ષ 2017માં અત્યાર સુધીમાં 1,23,856 હેકટર, જ્યારે ચાલુ સિઝનમાં 1,12,094 હેકટર વાવેતર નોંધાયું છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપાસનો ભાવ સારો હોવાથી વાવેતરમાં વધારો થશે, તુવરના પાકમાં ભાવ ઘટોડો થતા વાવેતર પણ ઘટશે
સુરત જિલ્લામાં નવ તાલુકાના ખેડૂતોએ ખરીફ પાકનું વાવતેર શરૂ કર્યું છે. 4 ઓગષ્ટ સુધીમાં વિવિધ ખરીફ પાકોમાં ત્રણ વર્ષના સરેરાશ વાવેતર 1.20 લાખ હેકટર નોંધાયુ હતું. ચાલુ સિઝનમાં 1.12 લાખ હેકટર વાવેતર થયું છે. જોકે, વરસાદ પણ સારો હોવા છતાં વાવતેરમાં ઘટાડો થયો છે. ગત વર્ષની સરખામણીમાં 11 હજાર હેકટર વાવેતર ઘટ્યુ છે. ડાંગર 5,223 હેકટર, જુવાર 1,345 હેકટર, તુવર 463 હેકટર, મગ 255 હેકટર, અળદ 99 હેકટર, અન્ય કઠોળ 748 હેકટર, કેળ 125 હેકટર, પપૈયા 109 હેકટર, શાકભાજી 2967 હેકટર અને લીલો પડવાશ 3066 હેકટર પાકનું વાવેતર ગત વર્ષની સરખામણીમાં ઘટ્યું છે. જ્યારે વાવેતરમાં વધારો મકાઇ 3 હેકટર, તલ 8 હેકટર, દિવેલા 13 હેકટર, કપાસ 1155 હેકટર અને ઘાસચારો 2412 હેકટર પાકમા નોંધાયો છે. થોડો સમય વરસાદ હોવાથી વાવેતરમાં અસર થઇ હોવાનુ જાણવા મળેલ છે. વરસાદ વિરામ લેતા ખાસ કરી ઓગષ્ટ માસના પંદર દિવસમાં વાવેતર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ સિઝનમાં કપાસના પાકનું વાવેતરમાં વધારો થઇ શકે, કપાસના પાકનો ભાવ સારો રહ્યો છે. બીજી તરફ તુવરનો ભાવ ગગડતા આ પાકનું વાવતેરમાં ઘટાડો થશે. ડાંગરનું વાવતરમાં પણ વધી શકે, હાલ રોપણી જોરમાં ચાલી રહી છે.

વરસાદને કારણે વાવણી વિલંબાતાં જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 11,762 હેકટર ઘટ્યું
4 ઓગસ્ટ સુધી થયેલું વાવેતર

પાક 2017 2018

ડાંગર 41478 36255

જુવાર 10035 8690

મકાઇ 917 920

તુવર 9564 9101

મગ 849 594

અળદ 1453 1354

તલ 18 26

દિવેલા 18 31

કપાસ 4251 5406

લીલો પડવાશ 11666 8600

શાકભાજી 17175 14208

ઘાસચારો 7660 10072

કેળ 2553 2428

પપૈયા 376 267

ત્રણ તાલુકામાં તુવર, કપાસ અને જુવારનું સૌથી વધુ વાવતેર કરવામાં આવ્યું
સુરત જિલ્લાના નવ તાલુકામાં માંગરોળમાં તુવર 2802 હેકટર, કપાસ 3602 હેકટર, જુવાર 3059 હેકટર વાવેતર થયું છે. માંડવી તુવર 3415 હેકટર, જુવાર 4270 હેકટર વાવેતર નોંધાયુ છે. જ્યારે ઉમરપાડામાં તુવર 1960 હેકટર, કપાસ 1615 હેકટર, જુવાર 1232 હેકટર વાવેતર થયું છે.

ઓગસ્ટની મધ્યમાં વાવેતર વધશે તેવી આશા
જિલ્લામાં અવિરત વરસાદને પગલે ખરીફ પાકના વાવેતરમાં વિલંબ થયો હતો જોકે, હાલમાં વરસાદ વિરામ લેતા ઓગસ્ટની મધ્યમાં વાવેતર વધવાની શક્યતા જાણકારો દર્શાવી રહ્યા છે.

સારા ભાવ મળવાથી કપાસનું વાવેતર વધશે
ગત વર્ષની સરખામણીમાં કપાસનુ વાવતેર વધશે, જ્યારે તુવરનું વાવેતર ઘટશે. કપાસનો ભાવ સારો રહ્યો છે. જ્યારે તુવરનો ભાવ ઘટતા ખેડૂતો ઓછું વાવેતર કરશે. પી એમ આચાર્ય, ખેતીવાડી અધિકારી સુરત

અન્ય સમાચારો પણ છે...