ચલથાણ ગ્રામપંચાયત દ્વારા સફાઈ અભિયાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | પલસાણા તાલુકાના ચલથાણ ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. જેમાં જે તે વોર્ડ સભ્ય સભાઈ અભિયાનમાં જોડાય અને સાથે રહી તમામ વોર્ડ ની સફાઈ કરે તેમજ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રી અમરસિંહ પરમાર તેમજ ગામના સરપંચ હેમલતાબેન રાઠોડ અગ્રણી તેમજ ઉપસરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ તેમજ સોસાયટી ના પ્રમુખો અભિયાન દરમિયાન હાજર રહી સફાઈ કરી મેં ઘરે ઘરે સ્વચ્છતા અંગે ની સમજ આપી જે તે કચરો કચરાપેટી માં નાખી કચરા લેવા આવનાર ટેક્ટર માં જ કચરો નાખવો એવી અપીલ કરવામાં આવી ગત દિવસો માં પ્લાસ્ટિક ની બેગ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી પંચાયત દ્વારા ગત 25 ના રોજ એક જાહેર મિટિંગ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં પ્લાસ્ટિક ના પ્રતિબંધ ને લાગતા નિયમો નું ચૂસતપણે પાલન થાય તેની સમજણ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...