તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • તાપી જિલ્લામાં 41 ઉપરાંત સુરતમાં 22 ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લેવાયો

તાપી જિલ્લામાં 41 ઉપરાંત સુરતમાં 22 ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લેવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવાપુરનો બુટલેગરને બારડોલીના હિંડોલિયા ગામેથી પકડાયો
સુરત અને તાપી જિલ્લાના પોલીસ તંત્ર માટે માથાના દુખાવો બની ગયેલા નવાપુર ના ગોરખ ઉર્ફે પિન્ટુ ને પોલીસનો કોઈ ડર નો હોય તેમ અવાર-નવાર દારૂનો જથ્થો જિલ્લામાં ઉતારી રહ્યો હતો પોલીસ તંત્રના ચોપડે 60થી વધુ ગુનામાં દારૂનો વેપલો બંધ ન કર્યો હતો અને અવારનવાર દારૂની ખેપ મારી પોલીસને પડકાર ફેંકી રહ્યો હતો પોલીસ દ્વારા છેવટે બુટલેગરને ઝડપી પાડતા જિલ્લાના પોલીસ તંત્રમાં રાહત થઇ હતી.

મળતી માહિતી અનુસાર રેંજ આજી એસ.પી.રાજકુમાર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સુરત સહિતના જિલ્લાઓમાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂ સપ્લાય કરતા બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ ગડરી (32) રહે, દેવળફળિયું-નવાપુર-મહારાષ્ટ્રના નામે સુરત તેમજ તાપી જિલ્લા સહિત અનેક પોલીસ સ્ટેશનો દાખલ થયેલ ઘણા ગુન્હામાં નાસતો ફરતો હોય,જેની તપાસ કરવા ઓપરેશન ગૃપ તથા આરઆરસેલના ઇન્ચાર્જ પીઆઈ એસ.કે.રાય તથા તેઓનો ટીમને મળેલ સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સટેબલ દેવર્શી જ્યોર્જ, હેડ કોન્સટેબલ દીપકભાઈ, હેડ કોન્સટેબલ મહેન્દ્રભાઈ, સંદીપભાઈ તથા સંજયસિંહ સહિતનો સ્ટાફ વોન્ટેડ આરોપીની તપાસમાં હતા તે સમય દરમિયાન આજરોજ એટલે કે 18મી ઓગસ્ટ 2018ના રોજ, પીઆઈ એસ.કે.રાય નાઓને મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 56 ઉપર બાજીપુરા-બારડોલી વચ્ચે આવેલ વે-વેઇટ હોટલ પરથી માથાભારે બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ ગડરીને ઝડપી પાડવામાં આવ્યો છે. બુટલેગર ઉપર ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂ સપ્લાય કરવાના, પોલીસ જવાનો ઉપર હુમલો કરવાનો તેમજ મારામારી કરવાના તાપી, સુરત ભરૂચ અને નર્મદા સહિત અનેક પોલીસ મથકોમાં ગુન્હાઓ નોંધાયા છે. 63થી વધુ ગુન્હામાં ફરાર બુટલેગરને ઝડપી પાડવામાં આવતા સ્થાનિક બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ ગડરી સ્થાનિક પોલીસ સ્ટેશનના કેટલાક મોટા માથા ધરાવતા પોલીસ અધિકારીઓ તેમજ બુટલેગરની દારૂ ભરેલી ગાડીઓ પાસ કરવા માટે પાયલોટીંગનું કામ કરતા કેટલાક પોલીસ કોન્સટેબલના મેણાપીપણામાં તાપી જીલ્લાના માર્ગે ગુજરાતમાં મોટાપાયે ઈંગ્લીશ દારૂ વર્ષોથી સપ્લાય કરતો હતો.ત્યારે રેંજ આઈજી આ બબાતે પણ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરે તે જ સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...