તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી લિનિયર પાસેથી બાઇક સાથે એક અટક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી લિનિયર પાસેથી બાઇક સાથે એક અટક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીલિનિયર બસ સ્ટેન્ડ નજીક એક યુવાનને હીરોહોન્ડા પેશન મોટરસાઈકલ પર અટકાવી પૂછતાછ કરતાં જરૂરી દસ્તાવેજ, આરસીબુક કે સંતોષકારક જવાબ આપતાં આખર પોલીસે 41 (1) (ડી) હેઠળ ધરપકડ કરી હતી.

રવિવારે સાંજના સમયે બારડોલી પોલીસ મથકના ડી સ્ટાફ પોકો ગુલાબભાઈ, ભરતસિંહ ડાભી અને દીપકભાઈ મગરને મળેલી બાતમી મુજબ એક યુવાન ચોરીની કે પછી છળકપટથી મેળવેલ મોટરસાઈકલ લઈ બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ નજીક આવવાનો છે. જે આધારે પોલીસ ખાનગી વાહનમાં પહોંચી આગળ અલગ વહેંચાઈ જઈ વોચમાં ગોઠવાય ગયા હતાં. થોડીવારમાં કડોદરા તરફથી એક યુવાન પેશન મોટરસાઈકલ નં (GJ-19P-3013) પર લિનિયર બસ સ્ટેન્ડ નજીક આવતાં તરત પોલીસે યુવાને ઘેરો ઘાલી અટકાવ્યો હતો. પૂછતાછ કરતાં ગણેશભાઈ કિશોરભાઈ શાહ (રહે અસ્તાન વિઠ્ઠલનગર, તા. બારડોલી,મૂળ રહે. બિહાર )નો હોવાની ઓળખ આપી હતી. મોટરસાઈકલના જરૂરી દસ્તાવેજી કાગળો આરસી બુકની માંગણી કરતા આપી શક્યો હતો. મોટરસાઈકલ ક્યાંથી લાવ્યા તે અંગેની પૂછતાછમાં પણ સંતોષકારક જવાબ આપી શક્યો હતો. આખર બારડોલી પોલીસે ગણેશ શાહને 41 (1) ડી મુજબનો ગુનો નોંધી 10 હજારની મોટરસાઈકલનો કબજો લીધો હતો. અને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

વાહનની માલિકી અંગે સંતોષકારક જવાબ આપતા પોલીસે અટક કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો