તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લઠ્ઠાકાંડના વિરોધમાં વરેલી સજ્જડ બંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઠ્ઠાકાંડના વિરોધમાં વરેલી સજ્જડ બંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણાતાલુકાના વરેલી હરિપુરા અને કડોદરામાં 18 વ્યક્તિના મોતને લઈ સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા વરેલી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અને પ્રતિક ધરણાનો કાર્યક્રમ વરેલી ખાતે યોજવામાં આવ્યો હતો. જેને લઈ આજરોજ વરેલી બંધ રહ્યું હતું. જેમાં ડો. તુષાર ચૌધરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સહિતના આગેવાનોએ સ્થળ ઉપર આવી રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતાં.

સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાની હેઠળ આજરોજ વરેલી ગ્રામ પંચાયત કચેરી ખાતે ધરણા કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સવારથી સમગ્ર સુરત જિલ્લામાંથી કોંગ્રેસી કાર્યકરો વરેલી ખાતે આવી પહોંચ્યા હતાં. આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટા પાયે દારૂના ધંધો ચાલે છે. સરકારને બંધ બારણે મોટો ફાયદો થતો હોવાથી દારૂબંધીમાં તેમને કોઈ રસ નથી. પલસાણા તાલુકાના વરેલીમાં દારૂના લીધે 18 નિર્દોષ લોકોના મોત થયા છે. સુરત જિલ્લામાં પણ દારૂની રેલમ છેલ છે. માત્ર એટલી વિનંતી છે કે મરનારના પરિવારને યોગ્ય સહાય આપવી જોઈએ.

કાર્યક્રમમાં સુરત જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ મોહનભાઈ ભાટિયા કોંગ્રેસ અગ્રણી રીઝવાન ઉસ્માની, એસએમસીના કોર્પોરેટર અસ્લમ સાઈકલવાલા, પલસાણા તા. કોં. પ્રમુખ ભરત નાયક, મહામંત્રી અજયસિંહ દેવધરા સહિતના અગ્રણી�” હાજર રહી ભાજપ સરકારની નિષ્ક્રીયતા સામે રોષ પ્રગટ કર્યો હતો. આજરોજ બંધના કાર્યક્રમ સફળ રહ્યો હતો. જેમાં બારડોલીથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં. કોંગી અગ્રણી પ્રવીણભાઈ રાઠોડ, દિલીપસિંહ મોરી ઉકાભાઈ રાઠોડ સહિતના કાર્યકરો હાજરી આપી હતી. અને ત્યારબાદ ધરણા કાર્યક્રમ યોજી અંતે તે�”એ પલસાણા મામલતદારને આવેદનપત્ર આપી મરનારના સ્વજનોને સહાય તેમજ વહેલી તકે કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવે અને દોષીતો સામે યોગ્ય પગલાં ભરાય તેવી માંગ કરી હતી.

વરેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ પ્રતિક ધરણા કર્યા, હજી પણ તંત્ર નહીં તો કોંગ્રેસની મહિલા પાંખ જનતા રેડ કરશે

લોક આક્રોશ| પલસાણા પંથકમાં લઠ્ઠાકાંડની હારમાળા બાદ જનતા તથા વિરોધપક્ષનો આક્રોશ ભભૂકી ઉઠ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો