તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગતિશીલ ગુજરાત બીમાર થઈ રહ્યું છે : અલ્પેશ ઠાકોર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગતિશીલ ગુજરાત બીમાર થઈ રહ્યું છે : અલ્પેશ ઠાકોર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરેલીમાંકથિત લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. રાજ્યભરમાંથી નેતાઓ લઠ્ઠાકાંડમાં પીડિત પરિવારોની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ ઓબીસી એકતા મંચ ના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પણ વરેલી અને હરીપુરા ગામની મુલાકાત લીધી હતી. તેમણે પીડિત પરિવારોને મળી તેમની સાથે વાતચીત કરી હતી. મુલાકાત દરમ્યાન મીડિયા સાથે વાત કરતાં તેમણે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરી જણાવ્યુ હતું કે ગતિશીલ ગુજરાત બીમાર થઈ ગયું છે.

તેમણે લઠ્ઠાકાંડના પીડિત પરીવાર માટે રૂ. 4 લાખની માંગણી કરી હતી. તપાસ માટે બનાવેલી તપાસ સમિતિ માન્ય હોવાનું જણાવી તેમણે કહ્યું કે આવી તપાસ સમિતિમાં એવા લોકોની નિયુક્તિ કરવામાં આવે છે જે પોતે ગુનેગાર હોય છે. સમિતિની જગ્યાએ હાઇકોર્ટની બેન્ચ દ્વારા નિમવામાં આવેલી કમિટી સમગ્ર ઘટનાની તપાસ કરે તેવી માંગ અલ્પેશ ઠાકોરે કરી હતી. પીડિત પરિવારને જે સહાય આપવામાં આવી છે તેની સામે પણ અલ્પેશ ઠાકોરે વાંધો ઉઠાવ્યો હતો. તથા સુરત જિલ્લા પોલીસવડાને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી.

ઓબીસી એકતા મંચ દ્વારા લઠ્ઠાકાંડ પિડિતોની મુલાકાત

લઠ્ઠાકાંડમાં પિડિત પરિવારની મુલાકાત લેતા ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો