• Gujarati News
  • કડોદ મંદિરમાં પાદુકાની ચોરી

કડોદ મંદિરમાં પાદુકાની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ મંદિરમાં પાદુકાની ચોરી

{સીસીટીવી કેમેરામાં ચોર કેદ થયા

ભાસ્કર યૂઝ.કડોદ

જિલ્લામાંવિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કડોદ ગામે મંદિરમાંથી ભરબપોરના ચોરી થઈ હતી. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ચોરી કરનારો ચોર સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે.

અંગે સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર બારડોલી તાલુકાના કડોદ ગામે મલેક ફળિયામાં હિંગળાઈ માતાનું મંદિર આવેલ છે. જેમાં ગત દિવસોમાં ચોરી થઈ હતી. ભરબપોરે 2.00થી 2.30 કલાક દરમિયાન મંદિરમાં ચોરી થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મંદિરમાં ચોરી થવાથી ગ્રામજનો સુરક્ષા અંગે ચિંતામાં મુકાય છે. મંદિરમાં ચોરી કરવા આવેલ તસ્કરો મતાજીની ચાંદીની પાદુકા ચોરી ગયા છે.

ચોરી કરવા આવેલા ચોરો મંદિરમાં મુકેલ સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. તસ્કર મંદિરમાં ચોરી કરતાં નજરે પડે છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભરબપોરના સમયે મંદિરમાં ચોરી થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ છવાઈ ગયો છે. અવાર નવાર ચોરીથી ગ્રામજનો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. કડોદ ગામ વિસ્તારમાં અવાર નવાર થતી ચોરી બંધ થાય તે અંગે પોલીસ પેટ્રોલિંગ વધારે અને અન્ય કાયમગીરી કરે એવી માંગ ગ્રામજનોમાં ઊભી થઈ છે.