તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તપાસ PIની ને દોષનો ટોપલો પોલીસ કર્મી પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ PIની ને દોષનો ટોપલો પોલીસ કર્મી પર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતજિલ્લાના બારડોલી પોલીસ સ્ટેશનના પોલીસ લોકઅપમાંથી મંગળવારના રોજ મળસકે લોકઅપ ખોલી બે આરોપી ભાગી છૂટવાની ઘટનામાં જિલ્લા પોલીસવડાએ પીએસઓ સાથે કોમ્પ્યૂટર ઓપરેટર એલઆરને સસ્પેન્ડ કર્યા હતા જોકે કેસની તાપસ પીઆઈ કરી રહ્યાં હતા. જો કે બે કર્મચારીને સસ્પેન્ડ કરાયા બાદ પોલીસ બેડામાં ખાસ્સો ગણગણાટ શરૂ થઈ ગયો છે. શીસ્ત સાથે જોડાયેલું ખાતુ હોવાથી પોલીસ કર્મચારીઓ ખોલીને બોલી શકતા નથી પરંતુ નિર્ણય સામે પોલીસ કર્મચારીઓમાં ભારે નારાજગી હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર રાજ્યમાં એટીએમ ચોરીને હાહાકાર મચાવનાર રામપ્રકાશ બીંદ તથા ચેતન પરમાર નામના બે આરોપી મંગળવારના રોજ પોલીસ લોકઅપના દરવાજે મારેલ હથકડી ખોલી નાંખીને ભાગી છુટવાની ઘટનામાં જિલ્લાપોલીસવડાએ પ્રાથમિક રિપોર્ટને આધારે પીએસઓ તરીકે ફરજ બજાવનાર જયશ્રીબહેન તેમજ એલઆર પૃથ્વીરાજને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતાં. સ્વભાવિક પીએસઓની જવાબદારી હોય તેમને સસ્પેન્ડ કર્યાને લઈ એટલો વિરોધ નથી કે જેટલો વિરોધ એક કોમ્પ્યૂટર ઓપરેટરને જવાબદાર ઠેરવાને લીધે થઈ રહ્યો છે.

પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ ટ્રાન્સફર વોરંટને આધારે લવાયેલા રીઢા આરોપીની તપાસ પીઆઈ આર. આર. પારેખ કરી રહ્યાં હતાં. અને છેલ્લે લોકઅપને હથકડીથી બંધ પીઆઈના રાઈટરે કર્યુ હતું. આવા રીઢા આરોપી પોલીસ લોકઅપમાં હોય ત્યારે પોલીસ ઝાપતો રાખવો અને યોગ્ય તકેદારી રાખવાની જવાબદારી સ્વભાવિક પીઆઈની હોય છે. અને ખાસ કરીને અન્ય પોલીસે આરોપીને પકડ્યા હોય ત્યારે તેમની તકેદારી રાખવી અનિવાર્ય હોય છે. તમામ કાચુ કાપવા માટે અધિકારીની જવાબદારી નથી પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ પીઆઈ થોડા સમયમાં રિટાયર્ડ થવાના હોય જિલ્લા પોલીસવડાએ તેમની સામે કુણુ વલણ અપનાવ્યું છે. પોલીસ ખાતાકીય તપાસમાં કેટલી ગંભીર છે બધા જાણે છે. પરંતુ ગંભીર બેદરકારીને લઈ નાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરી પગલાં લીધા હોવાનો સંતોષ માની લેશે કે કેમ કે જિલ્લા પોલીસવડા પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરે કે કેમ જોવું રહ્યું.

અન્ય કોઈની બેદરકારી હશે તો પગલાં લેવાશે

^આરોપીભાગી છૂટવાની ઘટનાની તપાસ બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શૃતિ મહેતાને આપવામાં આવી છે. પ્રાથમિક તપાસના રિપોર્ટમાં અન્ય કોઈની પણ બેદરકારી જણાશે તો તેમની સામે પણ પગલાં ભરવામાં આવશે. > મયુરસિંહચાવડા, ડીએસપી,સુરત.

બારડોલી પોલીસ સ્ટેશનનું લોકઅપ.

બુટલેગરોને પણ લોકઅપમાં સંપૂર્ણ સુવિધા

પોલીસબેડામાંચાલતી ચર્ચા મુજબ બે રીઢા આરોપી સાથે લોકઅપમાં હાજર વિશ્વાસ ભીમરાવ બડોગે હાજર હતો. રાત્રિના સમયે વિશ્વાસને લોકઅપમાં તેના કપડા સાથે એક થેલો આપવામાં આવ્યો હતો. થેલાની કડીથી હાથકડી ખોલાઈ હોવાની ચર્ચા છે. તો બુટલેગરોને લોકઅપમાં જમાઈ જેવી સુવિધા પુરી પાડનાર અધિકારીઓ સામે પોલીસવડા પગલા લેશે કે કેમ જોવું રહ્યું.

આરોપી ભાગી છૂટવાની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ સામે જિલ્લા પોલીસવડાનું કૂણું વલણ

મંગળવારે એટીએમમાં ચોરીના આરોપી બારડોલીથી લોકઅપ તોડી ફરાર થઈ ગયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો