તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિક્ષકોની ટીમ બોર્ડના પરીક્ષાર્થીનો હોંશ વધારશે

શિક્ષકોની ટીમ બોર્ડના પરીક્ષાર્થીનો હોંશ વધારશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનીએમ.બી. વામદોત સ્કૂલ દ્વારા પ્રથમ વખત એસ.એસ.સી અને એચ.એસ.સી.ના વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને પરીક્ષા આપી શકે અને પરીક્ષાલક્ષી તૈયારીમાં કોઇ પડતી તકલીફને દૂર કરી ઝળહળતી સફળતા મેળવે એવા શુભ આશયથી એક નવતર પ્રયાસ કર્યો છે. શાળાના પાંચ શિક્ષકોની ચાર ટીમ બનાવી શાળામાં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઇ મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવાનું નક્કી કરી કામગીરી શરૂ કરી છે. બોર્ડનાં 150થી વધુ વિધાર્થીઓ અને વાલીઓના ઘરે જઇ મુલાકાત લીધી છે. જેનાથી વિધાર્થીઓમાં પરીક્ષાલક્ષી તૈયારીનો ડર દૂર થયો અને ઉત્સાહ વધ્યો હોવાનું જણાવ્યુ હતું.

આગામી માર્ચ 2016માં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી એસએસસી( ધોરણ 10) અને એચએસસી (ધો.11 વિજ્ઞાન પ્રવાહ અને ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા 8મી માર્ચથી શરૂ થઈ રહી છે. સારા માર્કસ સાથે પરીક્ષામાં સફળ થવા માટે વિદ્યાર્થીઓ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. જો કે બોર્ડની પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓમાં તણાવનું પ્રમાણ વધી જતું હોય છે. તણાવને કારણે ઘણી વખત વિદ્યાર્થીઓ હિંમત હારીને આપઘાત કરવા સુધીના પગલાં ભરવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. સરકાર દ્વારા પણ પરીક્ષા સમયે હેલ્પલાઇન દ્વારા પણ વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહી પરીક્ષા આપે તે માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી જતા ઘણી વખત આવડતું હોવા છતાં ભૂલી જવાની બીકે વિદ્યાર્થીઓ તણાવમાં આવી જવાના બનાવો દર વર્ષે બને છે. પરિણામે પરીક્ષા સમયે બીમાર થઈ જવાના કારણે પરીક્ષા પણ આપી શકતા નથી. વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગાડતાં હોવાના કિસ્સા પણ સામે આવે છે. આવી સ્થિતિ સર્જાય અને વિદ્યાર્થીનું મનોબળ વધે તેમજ તણાવમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે બારડોલી નગરની એમ.બી.વામદોત હાઈસ્કૂલના શિક્ષકો દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શાળાના મંત્રી ડૉ. જગુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાંચ શિક્ષકોની ચાર ટીમ બનાવવામાં આવી હતી. ટીમ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ઘરે જઈને ફૂલ ભેટ આપી શુભેચ્છા પાઠવી મૂંઝવતા પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓ સાથે થોડી ચર્ચા કરી બાદમાં જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવાં આવી રહ્યુ છે. અને વાલીઓને પણ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી આપવામાં આવેલ પુસ્તક ‘બાળકોનું માનસિક સ્વાસ્થ્ય અને સમસ્યાઓ’ નું વિતરણ કરવામાં આવ્યું છે. જેનો અભ્યાસ કરી બાળકોને સમય આપવા જણાવવામાં આવે છે. શાળાના 620 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસનાર છે.જે પૈકી અત્યાર સુધીમાં 150થી વધુ વિદ્યાર્થીઓને મળી તેમનું મનોબળ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. સ્કૂલ દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગને વાલીઓમાં ખૂબ પ્રશંસાને પાત્ર બન્યો છે. જયાંરે વિદ્યાર્થીઓ શિક્ષકોની મુલાકાતને કારણે પોતાનું મનોબળ મજબૂત અને આત્મવિશ્વાસ વધ્યો હોવાનું જણાવી રહ્યા છે.

બારડોલી ખાતે આવેલી વામદોત હાઇસ્કૂલના શિક્ષકો બોર્ડની પરીક્ષાના વિધાર્થીઓનાં ઘરે જઇ માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.

ઘરે આવેલા શિક્ષકોએ મારી મુંઝવણ દૂર કરી નાખી

^મને ફિજીક્સ વિષયની થીયરીમાં થોડી સમસ્યા હતી. રીડિંગ કરવા છતા યાદ રહેતુ હતું. પરંતુ મારા ઘરે આવેલા શિક્ષકોએ મારી મૂંઝવણ દૂર કરી છે. જેથી મારી વિષયની પણ તૈયારી થઇ ગઇ છે. તેમના આવવાથી મારૂ મનોબળ વધી ગયું છે. > મમતાશનેશ્વરા, વિદ્યાર્થિની

શિક્ષકો મારી ચિંતા કરે છે, હું સારુ પરિણામ લાવીશ

^શિક્ષકોના મળવાથી મારૂ પ્રોત્સાહન વધ્યું છે. મારા શિક્ષકો મારી ચિંતા કરી ઘર સુધી આવતા મને પણ વધુ સારુ પરીણામ લાવી તેમની મહેનતને સાકાર કરવાનું નક્કી કર્યુ છે. વધુ મહેનત કરવાનો ઉત્સાહ પણ જાગ્યો છે. શિક્ષકોની અપેક્ષાને પૂરી કરવા માટે હું પ્રયત્ન કરીશ. > ઉન્નતિચૌહાણ, વિદ્યાર્થિની

તેમનું મનોબળ વધારવાનો હેતુ

^આજના સ્પર્ધાત્મક જમાનમાં પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓમાં તણાવની સ્થિતિ નિર્માણ થઈ હોય છે તેવા સમયે વિદ્યાર્થીઓના ઘરે જઈને શુભેચ્છા પઠાવવાથી અને તેમના મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાથી તેમનું મનોબળ વધે છે. સાથે તેઓ આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે શુભઆશયથી પહેલ કરી છે. > સૂજીતરાઠોડ, ઇન્ચાર્જઆચાર્ય, વામદોત હાઈસ્કૂલ

અનોખી પહેલ | પરીક્ષાલક્ષી તૈયારીમાં પડતી તકલીફને દૂર કરી ઝળહળતી સફળતા મેળવે તેવો આશય

શિક્ષકોએ ટીમ બનાવીને લગભગ 150થી વધુ વિધાર્થીઓ અને વાલીઓના ઘરે જઇ મુલાકાત લીધી હતી

બારડોલીની વામદોત હાઈસ્કૂલના શિક્ષકો ટીમ બનાવી પરિક્ષાર્થીના ઘરે પહોચી મૂંઝવણ જાણી નિરાકરણ કરી રહ્યા છે

મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપીએ છીએ

^મને અમે વિદ્યાર્થી�ઓના ઘરે જઈને તેમને જે તે વિષયના મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપીએ છીએ. સાથે વાલીઓને પણ પરીક્ષા સમયે વિદ્યાર્થી�ઓસાથે કેવી રીતે વર્તવું અને તેમની કેવી રીતે કાળજી લેવાની જાણકારી આપવામાં આવે છે. > મુકેશઅહિરાવકાર, વરિષ્ઠશિક્ષક, વામદોત હાઈસ્કૂલ

હવે મારો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો

^શિક્ષકો મારા ઘરે આવવાથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. પરીક્ષાની સંપૂર્ણ રીતે તૈયારી કરી રહ્યો છું, મારા પર મા સરસ્વતીની કૃપા પણ રહેશે જેથી સારૂ પરિણામ મેળવીશ. શિક્ષકોએ લખીને વાંચવાની આપેલી ટ્રિકથી મને ખાસ્સો ફાયદો થઇ રહ્યો છે. હું તેમની અને મારા માતા પિતા અપેક્ષા જરૂરથી પૂર્ણ કરીશ. > પિંકલપરમાર, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...