બાબેન ગામે આધેડે પંખા સાથે લટકી ફાંસો ખાધો
બારડોલીતાલુકાના બાબેન ગામે આધેડ ઘણા સમયથી નિવૃત્ત હોય કંઈ કામ ધંધો મળતો હોય જેથી કંટાળી હતાશ થઈ જતાં ઘરમાં સાડી વડે ફાંસો ખઈ જીવન ટુંકાવી લીધું હતું.
પોલીસના જણાવ્યા મુજબ બાબેન ગામે રહેતા જયેશભાઈ ઉકાભાઈ પાટણવાડિયા (53) ઘણા સમયથી નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો હતો. કામધંધો શોધવા છતાં મળતો હતો, જેથી કંટાળી ગયો હતો. જેના કારણે આધેડ હતાશ થઈ જઈ ડિપ્રેશનમાં આવી ગયા હતો. જેથી બુધવારના બપોરના સમયે ડિપ્રેશનમાં આવી ગયો હતો. ઘરમાં પંખા વડે ફાંસો ખાઈ લેતાં મોત નીપજ્યું હતું. જે અંગે બારડોલી પોલીસમાં જગ્નેશ પાટણવાડિયા જાણ કરતાં મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.