છેલ્લા પાનાનું અનુસંધાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલમાંઆવતો કાયદાની ગાઇડ લાઇન નક્કી થયા બાદ તેનો નિર્ણય કરવાની સત્તા બોર્ડને સોંપવા અંગેનો ઠરાવને પણ નિયામક મંડળને સર્વ સત્તા આપવામાં આવી હતી. નેત્રંગ ચાસવડ અને ડેડીયાપાડા દૂધ મંડળીને કાયદાકીય રીતે સમાવેશ કરવામાં આવ્યો હતો. સુમુલ વર્ષ દરમ્યાન વાર્ષિક ટર્નઓવર 2774 કરોડ છે. જે ગત વર્ષ કરતાં 9.30 ટકા વધુ છે. ચાલુ વર્ષે કરકસર વહીવટને પગલે સુમુલ ડેરી 64.24 કરોડ રૂપિયા બચાવી શક્યા છે. તેમણે કહ્યું કે પશુપાલકોના પરસેવાના પૈસા પૂરેપૂરા તેમના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. સભામાં અંતે બારડોલીના સહકારી આગેવાન ભિખાભાઈ પટેલે આવનારી પેઢી હમેશા યાદ કરે એવું કામ સુમુલ ડેરી કરવા જઇ રહી છે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થાપના સહકારીતને ગૌરવ અપાવશે. તેમણે પ્રોજેકટમાં સુરત જિલ્લા સહકારી સંઘ તરફથી એક કરોડ રૂપિયાની જોગવાઇ કરવાની બાહેંધરી આપી હતી. પ્રસંગે વધુ ભાવ પ્રાપ્ત કરનાર મંડળીઓને ઈનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અંતે સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

વ્યારામાંગટર લાઈનનું...

નગરઅને મારુતિ નગરની વચ્ચેથી પસાર થતી ગટર લાઈનનું કામ કરવામાં આવી રહ્યું છે. નગર પાલિકા દ્વારા વિવિધ સ્થળોએ મંથર ગતિએ ચાલતા કામો થી સ્થાનિકોની મુશ્કેલી વધારી દીધી છે. આશરે બસો મીટર જેટલી લંબાઈ ધરાવતી ગટર લાઈનનું છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહ્યું છે. ગટરના ખુલ્લા ઢાંકણોને કારણે અકસ્માતની સાથે દુર્ગંધ ફેલાઈ રહી છે. ગટરમાંથી નીકળતો કચરો અને કાટમાળ ગટરની આસપાસ નાખતા બાજુમાંથી પસાર થતા વાહનચાલકોને અને સોસાઈટીના રહીશોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ગટર નજીક મટીરીયલના ઢગલાના કારણે રહીશોને અવરજવરમાં મુશ્કેલી વધી છે. ચોમાસાના ગંદકી વકરી રહી છે. તે બાબતે વરંવારની પાલિકાને અને સ્થાનિક કોર્પોરેટરોને કરેલ રજૂઆતો પોકળ સાબિત થઇ છે. મંથરકામગીરીથી રહીશોમાં પાલિકા પ્રત્યે રોષ ફેલાયો છે. વ્યારા નગર પાલિકા દ્વારા તાકીદે સ્થાનિકો ની મુશ્કેલી બાબતે ગંભીરતા દાખવે જરૂરી છે.

આંબાગામ...

સાંબાગામની સીમમાંથી પસાર થતો કરોડો રૂપિયાના ખર્ચે બનેલ ગોલ્ડન ગોલ માર્ગ પર ચોમાસાની શરૂઆત થતાં પ્રથમ વરસાદે આશ્રમશાળાની સામે માર્ગ પર મસમોટો ભૂવો પડ્યો છે. માર્ગની વચ્ચે પડેલા ભૂવો દિવસ તેમજ રાત્રિ દરમિયાન પસાર થતાં વાહનચાલકો માટે દિન પ્રતિદિન જોખમી નિવડી રહયો છે. તંત્રનું ગ્રામજનો દ્વારા ધ્યાન દોરવા છતાં કોઈ કામગીરી હાથ ધરતાં અંતે ગ્રામજનો દ્વારા સલામતી માટે ભુવાની ફરતે પથ્થરો મુકી દીધા છે. અને ખાડામાં વૃક્ષોની નાની ડાળી નાંખી અકસ્માત નિવારવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જોકે, રાત્રિ દરમિયાન તો ભૂવો જોખમી નીવડી રહ્યો છે. ત્યારે આખાડાને લઈ કોઈ અનિચ્છનિય ઘટના ઘટે તે પહેલા સત્વરે તંત્ર દ્વારા માર્ગના રિપેરિંગ કામગીર હાથ ધેર અત્યંત જરૂરી છે.

કઢૈયાગામેથી...

કરતાચાલકે પુરપાટ ઝડપે કાર ડુંગરી તરફ હંકારી હતી જેનો પીછો કરી પોલીસે કાર ઝડપી પાડી હતી, અને કારમાંથી ચાલક સહિત બીજા બે ઈસમો ભાગવા લાગતા પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. અને કારની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મારુતિ વાન કારમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૫૨૮ બોટલ કિંમત રૂ.૪૩,૨૦૦ સહિત મોબાઈલ અને કાર મળી ૧,૮,૭૦૦રૂપિયાનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. સાથે પોલીસે કિરણભાઈ કાંતુભાઈ ગામીત, હનીફ મહમદભાઈ પટેલ અને પિંકલભાઈ દલીચંદ ગામીત ( તમામ રહે-પનિયારી ,સડક ફળિયું,તા-વ્યારા)ની ધરપકડ કરી હતી જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર રમણભાઈ સુખાભાઈ પટેલ (રહે - નાની દમણ)ને મહુવા પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...