• Gujarati News
  • પુણીથી 2.50 લાખનો દારૂ ભરેલી ર્સ્કોપિયો ઝડપાઈ

પુણીથી 2.50 લાખનો દારૂ ભરેલી ર્સ્કોપિયો ઝડપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લા એલસીબી પોલીસે દમણથી વિદેશી દારૂ ભરીને મહુવાના ટાંકલથી સરભોણ પુણી થઈ કડોદરા જવાની હોવાની હકીકતને આધારે ર્સ્કોપિયોને એલસીબી પોલીસે પલસાણા તાલુકાના પુણી ગામે નાકાબંધી કરી પકડી પાડી ર્સ્કોપિયોમાંથી બે આરોપીની ધરપકડ કરી પરપ્રાંત વિદેશીદારૂની બનાવટનો 3312 બોટલ કિંમત 2,85,000 તેમજ રોકડ રકમ અને બે આરોપી સાથે કુલે 7,13,550 લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

સુરત જિલ્લામાં દારૂ બંધી અને જિલ્લા પોલીસઅધિક્ષકની સૂચનાને આધારે એલસીબી પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન પોકો. કેતનને મળેલી બાતમીને આધારે દમણથી મહીન્દ્રા ર્સ્કોપિયો ગાડી નં(GJ-5CB-4661)માં વિદેશી દારૂ ભરીને મહુવા થઈ સરભોણ પુણી ગામની હદ થઈ પલસાણાથી કડોદરા તરફ જવાની છે. બાતમી મુજબ પુણી સરભોણ રોડ ઉપર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી ર્સ્કોપિયો આવતાં પોલીસે તેને પકડી લીધી હતી.

કારચાલક કલ્પેશભાઈ બાબુભાઈ પટેલ (33) (રહે. મોરાઈ ડુંગર, તા. વાપી, જિ. વલસાડ) તથા અન્ય એક સમ પ્રજ્ઞેશભાઈ બાબુભાઈ પટેલ (રહે. કોટલાવ, તા. પારડી, જિ. વલસાડ)ને અટકાવી ગાડીમાં તપાસ કરી હતી. કારમાં તપાસ દરમિયાન પોલીસને પરપ્રાંત બનાવટની વિદેશી દારૂની નાની મોટી બિયર તથા વિસ્કીની 3312 કિંમત 2,85,600, બે મોબાઈલ કિંમત 2000 તથા રોકડ રૂપિયા 950, ર્સ્કોપિયો ગાડીની કિંમત 4.50 લાખ મળ કુલે 7,13,550 રૂપિયાનો મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા. પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પકડાયેલો ઈસમ અગાઉ પણ દારૂના ગુનામાં વોન્ટેડ હતો

ર્સ્કોપિયોનોચાલકકલ્પેશ પટેલ અગાઉ પણ સુરત તાપી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂના ગુનાઓમાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે. અને તે વલસાડ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં પણ વોન્ટેડ છે. અગાઉ વિદેશી દારૂ ભરેલી ગાડી પકડાય ત્યારે ગાડી મુકીને ફરાર થઈ જતો હતો.

અન્ય સ્કોર્પિયોમાં પાયલોટિંગ કરતાં બે ઈસમો છૂમંતર

પુણીગામેપકડાયેલ વિદેશી દારૂ ભરેલી ર્સ્કોપિયોને આઝાદ અને ચેતન નામના વ્યક્તિ ર્સ્કોપિયોમાં પાયલોટિંગ કરી રહ્યાં હતાં. પોલીસે ર્સ્કોપિયો પકડતા તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતાં. અને વિદેશી દારૂનો મુદ્દામાલ પલસાણા તાલુકાના હરિપુરા ગામે રહેતા કમલેશે મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યો છે.

દારૂ સાથે પકડાયેલી કાર.

કાર્યવાહી