• Gujarati News
  • ઈજાગ્રસ્તને 108માં બારડોલી બાદ સુરત સિવિલમાં ખસેડાઈ

ઈજાગ્રસ્તને 108માં બારડોલી બાદ સુરત સિવિલમાં ખસેડાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાતાલુકાના બોરિયા ગામે ટ્રક ચાલકે રિવર્સ લેતી વખતે આંગણાવડીના ઓટલા પર બેસેલ મહિલાના ડાબા પગ પર ટ્રક ચઢાવી દેતા મહિલા ગંભીર રીતે ઘવાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને 108માં ત્વરિત બારડોલી સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલમાં ખસેડાઈ હતી. ઘટના અંગે મહુવા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકનો કબજો લઈ ગૂનો નોંધી વધુ તપાસ આદરી છે.

મહુવા તાલુકાના બોરિયા ગામે પારસી ગલીમાં રહેતી મહિલા કાંતાબહેન ઉક્કડબહેન નાયકા 10/4/2015ને શુક્રવારના રોજ સાંજે 6.15 વાગ્યાના અરસામાં પોતાના ઘરની બાજુમાં આવેલ આંગણાવડીના ઓટલા પર બેઠા હતાં. તે દરમિયાન એક ટ્રક (GJ-5AT-1011) ના ચાલકે કોઈ પણ ધ્યાન રાખ્યા વિના ટ્રક રિવર્સ લેતી વખેત બેફીકરાઈ અને ગફલત ભરી રીતે હંકારી કાંતાબહેનના પગ પર ટ્રક ચઢાવી દેતા કાંતાબહેન ગંભીર રીતે ઘવાઈ હતી. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને 108માં સારવાર માટે બારડોલી લઈ ગયા હતાં. જ્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડાઈ હતી. જ્યાં મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે અલ્પેશભાઈ નાયકાએ મહુવા પોલીસ મથકે ફિરયાદ આપતાં પોલીસે ટ્રકનો કબજો લીધો હતો.

મહુવાના બોરિયા ગામે અકસ્માત કરનારો ટ્રકનો ડ્રાઈ‌વર ઘટનાસ્થળે ટ્રક છોડીને રફુચક્કર થઈ ગયો હતો.

બોરિયા ગામે પગ પર ટ્રક ચઢાવી દેતા મહિલાને ગંભીર ઈજા