• Gujarati News
  • સુરતજિલ્લા એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કડોદરા ચાર રસ્તા નજીક

સુરતજિલ્લા એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કડોદરા ચાર રસ્તા નજીક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતજિલ્લા એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કડોદરા ચાર રસ્તા નજીક આવેલી નહેર ઉપરથી ત્રણ વ્યક્તિઓને એક શંકાસ્પદ ટ્રાવેલીંગ બેગ સાથે ઝડપી પાડ્યા હતા. અને બેગની અંદરથી જુનો ગેસ ચૂલો, એક સ્પીકર તેમજ પાવર, કટર મશીન મળી 4000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો કડોદરા ચાર રસ્તા ખાતે મોડી સાંજે પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન કડોદરા નિલમ હોટલ નજીકથી પસાર થતી નહેર પાસેથી ત્રણ શંકાસ્પદ ઈસમો ટ્રાવેલિંગ બેગ લઈને જતા જોયા હતાં. જેથી પોલીસે મંગલભાઈ વિજયભાઈ વસાવા (18) (રહે. ચલથાણ ભગવતી કોમ્પલેક્સ) કિશનભાઈ રામ શરણસિંગ (રહે. કડોદરા) તેમજ સંજયભાઈ દિલીપભાઈ ગાયકવાડ (રહે. ચલથાણ મરઘાફાર્મ)નાઓને પકડી પાડ્યા હતા.

તેમની પાસે રહેલી બેગની અંદરતપાસ કરતાં તેમનીપાસેથી પોલીસને ટ્રાવેલિંગ બેગમાંથી જૂનો ગેસનો ચુલો કિંમત 500, પાવર કટર મશીન કિંમત 3000 તેમજ એક સ્પીકર કિંમત 500 મળી 4000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલી ચીજ વસ્તુ અંગે પુછતાછ કરતાં ક્યાંથી લાવ્યા હતાં તે યોગ્ય ખુલાશો નહીં કરી શકતા પોલીસે 41 (1) ડી મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

કડોદરા વિસ્તારથી 4000 શંકાસ્પદ સામાન સાથે ત્રણ ઇસમો ઝડપાયા