• Gujarati News
  • પલસાણામાંથી બે મોટરસાઈકલની ચોરી

પલસાણામાંથી બે મોટરસાઈકલની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાનાપાડા ફળિયા ખાતેથી શુક્રવારની રાત્રિએ એક નવી મોટરસાઈકલ ઉપરાંત અન્ય એક મોટરસાઈકલની ચોરી થઈ હતી. જે અંગે મોટરસાઈકલ માલિકે પોલીસમાં ચોરી અંગનો ગુનો નોંધાવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પલસાણા ખાતે આવેલ પાડા ફળિયામાં રહેતા દલપતભાઈ મિસ્ત્રીના મકાનમાં ભાડેથી રહેતા રાજેશભાઈ કલ્યાણભાઈ તેજાણીએ ત્રણ દિવસ અગાઉ 46 હજારની નવી હોન્ડા યુગા મોટરસાઈકલ ખરીહતી હતી. અને તેનું પાર્સિંગ પણ થયું હતું. જે ગતરોજ રાત્રે પાડા ફળિયા ખાતે પાર્ક કરીને રાત્રે સૂતા હતાં તે દરમિયાન તેમની મોટરસાઈકલ તથા અન્ય એક મોટરસાઈકલ મળી બે મોટરસાઈકલ કોઈ અજાણ્યા ઈસમોચોરી ગયા હતાં. બનાવ અંગે રાજેશભાઈએ પોતાની મોટરસાઈકલ ચોરી અંગે પલસાણા પોલીસમાંફરિયાદ નોંધાવી છે.