તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલીના તેન ગામે તસ્કરો ત્રાટક્યા માેડી રાત્રે ચાર દુકાનની શટર તોડ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીના તેન ગામે તસ્કરો ત્રાટક્યા માેડી રાત્રે ચાર દુકાનની શટર તોડ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીતાલુકાના તેન ગામે આવેલ સગુન રેસીડેન્સીમાં ફરી એક વખત રાત્રે તસ્કરોએ દુકાનોને ટારગેટ કરી હતી. એક સાથે ચાર દુકાનના શટર ઉંચકી અંદર પ્રવેશ કર્યો હતો. જોકે, તસ્કોરેને દુકાનોમાં રોકડ રકમ મળતાં ખાલી હાથે પરત ફરવું પડ્યું હોવાનું જાણવા મળેલ છે. એક માસના સમયમાં બીજી વખેત ચોરીની ઘટના બની હતી.

સ્થળ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર તેન ગામે નાંદીડા ચોકડીને જોડતા માર્ગ પર આવેલ શગુન રેસીડેન્સીમાં આગળના ભાગે દુકાનો આવેલી છે. બુધવારની રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ ચાર દુકાન તાપી હોમ ડેકોર, માં ફરસાણ નાસ્તા એન્ડ કોલ્ડ્રીગ્સ, રાજસ્થાન હોમ ડેકોર અને મહાલક્ષ્મી જનરલ સ્ટોર્સના શટો ઉંચકી અંદર પ્રવેશ કર્યો હતો. પરંતુ દુકાનમાં રોકડ રકમ હાથ લાગી હતી. અંદર પડેલ સામાનને તસ્કરો અડક્યા હતાં. અને ખાલી હાથે ફર્યા હતાં. જેથી તસ્કરો રોકડ રકમની ફિરાકમાં દુકાનના શટરો તોડ્યા હોવાનું માનમાં રહ્યું છે. શગુન રેસીડેન્સીમાં લગભગ એક માસમાં સમયમાં બીજી વખત દુકાનોના શટર તૂટવાની ઘટના બની છે. તસ્કરોના દુષણથી અન્ય દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. અને ઘણા દુકાનદારોના ઘટનાની ગંભીરતા લઈ શટરના સેન્ટર લોકની કામગીરી કરાવી છે. બારડોલી પોલીસને તસ્કરોને ડામવામાં નિષ્ફળથતાને વધુ એક ડાઘ લાગ્યો છે. ત્સકો અંજામ આપતાં જાય છે. અને પોલીસ માત્ર મુકપ્રેક્ષક બનનવા સિવાય કોઈ આગોતરુ આયોજન કરી શકી નથી. દુકાનદારોએ ઘટના અંગે ફરિયાદ કરી આપી નથી. છતાં પોલીસને જાણ થતાં સ્થળ વિઝીટ કરી હોવાનું જાણવા મળેલ છે.

તસ્કરો કાર અને બાઈક લઈને આવ્યા હતા

બુધવારનીરાત્રિના દરમિયાન 4 દુકાનોના શટર ઉંચકવાની ઘટના તસ્કરો એક ર્સ્કોપિયો કાર અને મોટરસાઈકલ પર આવ્યા હોવાનું વોચમેન જોયા હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. વોચમેન પાછળ હતો ત્યારે તસ્કરો કરતબ કરી ગયા હોવાનું જાણવા મળેલ છે.

તેન ગામે શગુન રેસીડેન્સીમાં થયેલી ચોરી.

શગુન રેસીડન્સીની દુકાનોમાં એક માસમાં બીજીવાર બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો