તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડો. દયારામ પટેલ ફાર્મસી કોલેજમાં બે દિવસ ફાર્માશિસ્ટ કોર્ષનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડો. દયારામ પટેલ ફાર્મસી કોલેજમાં બે દિવસ ફાર્માશિસ્ટ કોર્ષનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતસ્ટેટ ફાર્મસીસી કાઉન્સીલ જીએસપીસીના નવા કાયદા અનુસાર રાજ્યભરના તમામ ફાર્માસીસ્ટ માટે બે દિવસનો ફાર્માશિસ્ટ રિફ્રેશર કોર્ષ અનિવાર્ય છે. આથી બારડોલી ક્ષેત્રના ફાર્માસિસ્ટો માટે બારડોલી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત ડો. દયારામ પટેલ ફાર્મસી કોલેજમાં બે દિવસના જીએસપીસી સ્પોન્સર્ડ રિફ્રેશર કોર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ પોગ્રામના કોર્ષ ડિરેક્ટર રૂચીબહેન વ્યાસે રિફ્રેશર કોર્ષ વિશે ટૂંકમાં માહિતી આપી હતી. પ્રોગ્રામના મુખ્ય અતિથીભગુભાઈ પટેલ અને અતિથી વિશે દિનેશભાઈ શાહે પોતાનું વક્તવ્ય રજૂ કર્યુ હતું. અને પ્રોગ્રામની સફળતા માટે શુભકામના પાઠવી હતી. તમામ અતિથીઓ તથા તજજ્ઞોને પુષ્પગુચ્છ અને ભટે આપી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યોહ તો. રિફ્રેશર કોર્ષમાં 7 વિષય તજજ્ઞોએ પોતપોતાના વિષય પર માહિતી સભર લેક્ટર આપી ફાર્માસિસ્ટોને સમય સાથે થયેલી નવી શોધો તથા નવીન દવાઓનો દર્દીઓમાટે યોગ્ય ઉપયોગ તથા નિકાલ વગેરે જેવા વિષયો ઉપર ચિંતન રજૂ કર્યુ હતું. તે સાથે સમાજમાં ફાર્માસિસ્ટની ફરજ તથા ભૂમાકા અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. જીએસપીસીના સભ્ય એવા શ્રીકાંત જોષી દ્વારા સર્ટીફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોર્ષના સફળ સંચાલન બદલ કોલેજના ઈ. ચા. આચાર્યા રૂચીબહેન વ્યાસે કોઓર્ડિનેટર ચૈતાલી લાડ અને કો-ઓર્ડિનેટર મનિષભાઈ પટેલ તેમજ કોલેજના તમામ સ્ટાફ મિત્રોને શુભકામનાઓ આપી તથા તેમને મહેનત અને સંચાલન બિરદાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો