તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કડોદરામાં રસોઈ બનાવતી વખતે પેટ્રોલની બોટલ છટકી જતાં બે ભાઈઓ દાઝી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદરામાં રસોઈ બનાવતી વખતે પેટ્રોલની બોટલ છટકી જતાં બે ભાઈઓ દાઝી ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણાતાલુકાના કડોદરા ખાતે આવેલ અભય નગર ખાતે એક રૂમમાં 7મી સપ્ટેમ્બરના રોજ સવારે 8.00 કલાકે એક યુવાન ગેસ ઉપર રસોઈ બનાવતો હતો ત્યારે તેનો ભાઈ પેટ્રોલની બોટલ લઈને રૂમમાં પ્રવેશ્યો હતો. ત્યારે અચાનક પેટ્રોલની બોટલ છટકી જવાને કારણે ભડકો થતાં બંને ભાઈઓ દાઝી ગયા હતાં.

પલસાણા તાલુકાના કડોદર ખાતે આવેલ શાંતિનગરની પાછળ અભય નગર ખાતે રૂમમાં રહેતા શ્યામદેવ રામલખન યાદવ (45) ગત 7મી સપ્ટેમ્બરના રોજ સવારે 8.00 કલાકે ગેસ ઉપર રસોઈ બનાવતો હતો ત્યારે તેનો ભાઈ રામદેવ રામલખન યાદવ (40) નાઓ મોટરસાઈકલમાં નાંખવા પેટ્રોલ લઈને આવ્યો હતો તે સમયે અચાનક હાથમાંથી પેટ્રોલ ભરેલ બોટલ છકી જતાં ગેસ પર પેટ્રોલ પડતાંની સાથે ઝડકો થયો હતો. જે ભડકામાં બંને ભાઈ ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે.

બાઈકમાં નાંખવા માટે લાવેલા પેટ્રોલની બોટલ અચાનક છટકી ગઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો