તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રાચીન ગ્રંથ વિક્રમચરિતમાં વૃક્ષોને સંતપુરુષો સમાન ગણવામાં આવ્યા છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાચીન ગ્રંથ વિક્રમચરિતમાં વૃક્ષોને સંતપુરુષો સમાન ગણવામાં આવ્યા છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનગર ખાતે આવેલ મદ્રેસા હાઈસ્કૂલમાં એક વૃક્ષ એક જીવન અંતર્ગત વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બારડોલી જેસીઆઈના સભ્યો તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, અને વૃક્ષોનું આપણા જીવમાં કેટલું મહત્વના છે તે અંગે ઉપસ્થિત મહાનુભવોએ વિદ્યાર્થીને સવિસ્તાર સમજ આપી હતી.

નવી રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કોઈ પણ પ્રદેશમાં 33 ટકા વૃક્ષો હોવા અનિવાર્ય છે. ગુજરાતમાં જ્યારે સમગ્ર એશિયામાં ઝડપથી વિકસતો પ્રદેશ છે. એવા સંજોગોમાં માત્ર 10 ટકા જેટલો શરમજનક બાબત જણાય છે. તેની પ્રજામાં જાગૃતિ આવે તે હેતુથી નાના મોટા વૃક્ષો રોપાણ કાર્યક્રમ અનિવાય છે. જે અંતર્ગત ગુજરાતને ફરી હરિયાળુ બનાવવા તે માટે બારડોલી મદ્રેસા હાઈસ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાવમાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેતાન તરીકે જેસીઆઈ બારડોલી સરદારના પ્રેસીડન્ટ કુંદન મહેતા અને કૌશીક પટેલે વિદ્યાર્થીઓને વૃક્ષોના જતન અંગે સૂચનો કર્યા હતાં. કાર્યક્રમમાં શાળાના જોઈન્ટ સેક્રેટરી મોબાઈનભાઈ ગલિયારા હાજર રહ્યાંહતાં. પ્રાથમિક આચાર્યા ભાવનાબહેન સુરમાએ જણાવ્યું કે વૃક્ષોનું મહત્વ આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી છે. સમ્રાટ અશોકે પોતાના સમયમાં આખુ જંગલ વિકસાવ્યું હતું. પ્રાચીન ગ્રંથ વિક્રમચરિત્ માં વૃક્ષોને સંતપુરુષ ગણવામાં આવ્યા છે. ચાણક્યએ વૃક્ષ કે છોડને નુકસાન પહોંચાડનાર માટે દંડની જોગવાઈ કરી હતી. આમ વૃક્ષો આપણા માટે કેટલા જરૂરી છે તે વાત સમજવી અનિવાર્ય છે. શાળાની ફરતે અને ખુલ્લા મેદાનમાં ગુલમોહર, લીમડા સહિતના વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંતે આચાર્ય શાબીરભાઈ પટેલે જંગલખાતા કચેરી નગરપાલિકા બારડોલી અને જેસીઆઈના હોદ્દેદારોનો આભાર માન્યો હતો.

મદ્રેસા હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કરાયું

બારડોલીની મદ્રેસા હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કરી રહેલા વિદ્યાર્થીઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો