તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પલસાણાના ગામોમાં સરંપચની બેઠક ફેરફારથી સમીકરણો પણ બદલાયાં

પલસાણાના ગામોમાં સરંપચની બેઠક ફેરફારથી સમીકરણો પણ બદલાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાગ્રામ પંચાયતની ચૂંટણીમાંઅગાઉ જાહેર થયેલ સરપંચની બેઠકમાં જિલ્લા કલેક્ટરે ફરી સુધારા સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરતાં ચલથાણ, જોળવા, તાંતીથૈયા, બલેશ્વર, અંત્રોલી જેવી ઘણી 20થી વધુ ગ્રામ પંચાયતોમાં ફેરફાર આવતાં ઘણા નેતાઓના નૂર ઉડી ગયા હતાં. તો ઘણા નેતો ગેલમાં આવી ગયા હતાં.

નવા સુધારેલા જાહેરનામા ગ્રામ પંચાયતની સામાન્ય બેઠક બિન અનામતમાં 11 બેઠક આવી હતી. જેમાં દસ્તાન, હરિપુરા, ઈટાળવા, જોળવા, કરાળા, નિયોલ, પલસાણા, તળોદરા, વાંકાનેડા, વરેલી હતી. જ્યારે મહિલા સામાન્ય બિન અનામત તરીકે 12 બહેક આવી હતી. જેમાં અંત્રોલી, બલેશ્વર, ઈસરોલી ગ્રુપ, બારાસડી, ધામડો ઘલુડા ગ્રુપ, તરાજ, કરણ કારેલી, લિંગડ, માંખીંગા, મલેકપોર સાંકી, તાંતીઝઘડા અનુસુચીત જાતિ અનામત તરીકે સોયાણી અને મહિલા અનુ.જાતિ મહિલા માટે એરથાણ આવી હતી. જ્યારે અનુસુચિત આદિજાતિ અનામત માટે આઠ બેઠક ફાળવાય હતી. જેમાં અમલસાડી, પારડીપાતા, પીસાદ, સેઢાવ, સિયોદ, તૂંડી વડદલા અને વીંઝોળીયા જ્યારે અનુસુચિત આદિજાતિ મહિલા અનામત માટે અંભેટી, ચલથાણ, ખરભાસી, લખાણપોર, તાંતીથૈયા, વણેસા, પુણી જ્યારે શારીરિક શૈક્ષણિક રીતે પાછત (બક્ષીપંચ) અનામત તરીકે એના ગોટિયાગ્રુપ, ગાંગપોર જતપોર ગ્રુપ, ગ્રામ પંચાયત આવી હતી. જ્યારે શારીરિક શૈક્ષણિક રીત મહિલા અનામત તરીકે બગુમરા, ભુતપોર આવી હતી. આમ પલસાણા તાલુકાના 49 ગામોની 44 ગ્રામ પંચાયતમાં ફેર સુધારેલ જાહેરનામું પ્રસિદ્ધ થતાં ચૂંટણીના ઘણા સમીકરણો પણ ફેરબદલ જોવા મળશે.

પહેલા જાહેરનામાં કલેક્ટરે 20 ગ્રામ પંચાયતમાં ફેરફાર કર્યા

અન્ય સમાચારો પણ છે...