તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી તાલુકાની સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં ઘટાડો થવાનાં અેંધાણ

બારડોલી તાલુકાની સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં ઘટાડો થવાનાં અેંધાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંરાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 28મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. બારડોલી તાલુકાની પણ 76 ગ્રામ પંચાયોતમાં 69ની ચુંટણી યોજાશે. ગત વર્ષે 31 ગ્રામપંચાયત સમરસ થઈ હતી. ત્યારે ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયોતની સંખ્યામાં ઘટાડો થવાની ખુદ ગ્રામ પંચાયતના ચૂંટણીના નિષ્ણાંતો માની રહ્યાં છે. જેનું કારણ ગ્રામ પંચાયતમાં 14મા નાણા પંચની ગ્રાન્ટ જમા થતી હોવાથી સરપંચ સીધો વહીવટ કરી શકે. જેથી ચૂંટણીમાં ગ્રામમાંથી ઉમેદવારોનો રાફડો ઉઠવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

બારડોલી તાલુકા પંચાયતમાં 06 જેટલા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ છે. જેમાં કોઈ કારણસર સાત ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પાછળથી થતી હોવાથી પહેલા 69 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થતી હોય છે. બારડોલી તાલુકામાં દર ચૂંટણીમાં ગ્રામ પંચાયતોને સમરસ બનાવવામાં અધિકારીઓ અને પદાધિકારીઓની મહેનતના કારણે આંકડામાં વધારો થતો આવ્યો છે. ગત ચૂંટણીમાં ગત ગ્રામ પંચાયતો સમરસ બની હતી. ત્યારે વર્ષ 2016-17ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 69 ગ્રામ પંચાયતોમાંથી સમરસ બનાવવાની આંકડામાં ઘટાડો થવાની સ્વારાજની ચૂંટણીમાં એક્સપોર્ટનું માનવું છે. તેમના મતે સમરસ ગ્રામ પંચાયતો ઘટવા પાછળ 14મા નાણાપંચની ગ્રાન્ટને જવાબદાર માનવામાં આવી રહી છે. તાજેતરમાં દરેક ગ્રામ પંચાયતો 14માં નાણાપંચની ગ્રાન્ટ સીધી જતા થતી હોય છે. ગ્રાન્ટનું આયોજન કરી શકે. તાલુકા કક્ષાએ પૂછવાની જરૂર રહેતી નથી. ગામની વસતિની સંખ્યા મુજબ ગ્રાન્ટ મળતી હોય છે. જેથી વિકાસલક્ષી કામો સ્થાનિક લેવલે થઈ શકે. ગ્રાન્ટ દરેક ગામમાં માથા દીઠ 250 રૂપિયા ગણતરીમાં લેવામાંઆવે છે. અને જે દર વર્ષે રકમમાં વધારો થવાની સરકારે જાહેરત પણ કરી છે. જેથી કરી દરેક ગામમાં વહીવટ કરવાના સ્વપ્ન સાથે ઉમેદાવોરનો રાફડો ઉઠવાની શક્યતા છે.

અત્યાંર સુધી ગામની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાસ ધ્યાન આપવામાં આવતું હતું જેથી કારણે સમગ્ર વહીવટ તાલુકામાંથ થતો હતો. જ્યારે 14માં નાણાં પંચની ગ્રાન્ટ થકી સ્વાતંત્ર ગ્રામ પંચાયત ગામના વિકાસના કામોનું આયોજન કરી શકે છે. જેથી ગ્રામ પંચાયતની ચૂંટણી ખુબ રસપ્રદ બની રહેશે.

2011/12માં જાહેર થયેલ સમરસ ગામો

અકોટી,બાબેન, બાબલા, બમરોલી, ભૂવાસણ ઝાંખરડા ગૃપ, ધામદોડ લુંભા, હરીપુરા, ઈશનપોર, કંટાળી, કરચકા પીપરિયા ગૃપ, ખરડ છીત્રા ગૃપ, ખરવાસા, ખોજ, માંગરોલિયા, મોતા, મોટી ફળોદ, મોવાછી, નસુરા, નવી કીકવાડ, નિણત, નિઝર, પથરાડીયા, રાજપુરા લુંભા, રામપુરા, સમથાણ, સાંકરી, ટીંબરવા, ઉમરાખ, ઉતારા, વધાવા, વાઘેચા કડોદ

અન્ય સમાચારો પણ છે...