તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બકરી ઈદ પર્વે તકેદારીના પગલાં લેવા રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બકરી ઈદ પર્વે તકેદારીના પગલાં લેવા રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતજિલ્લા વિશ્વહિન્દુ પરિષદ દ્વારા સોમવારના રોજ બારડોલીના પોલીસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી બકરી ઈદના પર્વ નિમિત્તે તકેદારીના પગલાં લેવા જણાવ્યું હતું.સુરત જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઈ દવેની આગેવાનીમાં વિપુલ પારેખ, રાજેશ વાઘ તેમજ હર્ષ જોષી સહિતના કાર્યકરોએ લેખિતમાં બારડોલી પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં દેશ અને રાજ્યમાં હિન્દુ મુસ્લિમ તહેવારો સાથે ઉજવાય રહ્યો છે. એક બાજુ ગણેશ પૂજન જ્યારે બીજી બાજુ બકરી ઈદનો મુસ્લિમ ભાઈઓનો તહેવાર હોવાથી તકેદારીના ભાગરૂપેર ટીખળખોળ ઘાતકી ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરી ગૌવંશની નગર તથા આજુબાજુના વિસ્તારમાં થાય તેની તકેદારીના ભાગરૂપે શંકાસ્પદ સ્થળો પર પોલીસ કોબિંગ કરી ગૌવંશને બચાવવા પૂરતો બંદોબસ્ત કરવામાં આવે તેવી માંગણી કરી હતી. અનાવલ ખાતે ગૌવંશની કતલ થતાં વાતાવરણ ડહોળાયું હતું. જેથી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો