તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અસ્તાન રેલવે ફાટક મેન્યુઅલી ખોલ બંધ કરાતાં વાહનચાલકોને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસ્તાન રેલવે ફાટક મેન્યુઅલી ખોલ બંધ કરાતાં વાહનચાલકોને હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીથીગંગાધરા સુધીની રેલ્વે લાઇનની ડબલટ્રેક શરૂ કરવાનું કામ ચાલતું હોય ગુરુવારે આખો દિવસ અસ્તાન ફાટક મેન્યૂઅલી બંધ કરવા અને ખોલવાની ફરજ પડતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ હતી. બંને બાજુની ફાટક ખોલવા માટે કર્મચારીએ જાતે જવાને કારણે વાહન ચાલકોનો સમય અને ઈંધણનો વ્યય થયો હતો. ઇન્ટરલોકિંગને કારણે સમસ્યા થઈ હોવાનું રેલ્વેના સૂત્રોએ જણાવ્યુ હતું.

અંગે મળતી માહિતી અનુસાર બારડોલીથી ગંગાધરા અને ગંગાધરાથી ચલથાણ સુધીની રેલ્વેટ્રેકના ડબલ લાઇન કામ પૂર્ણ થયા બાદ સિંગલ લાઇનને ડબલ લાઇનમાં રૂપાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે સિગ્નલ સિસ્ટમ બંધ હોય મેન્યૂઅલી સિગ્નલ આપવામાં આવી રહ્યું છે. સાથે અસ્તાન રેલ્વે ફાટક પણ આજે સવારથી મેન્યૂઅલી ખોલવામાં આવી રહી હતી. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. બંને ફાટકને એક પછી એક ખોલવામાં આવતા ઘણો સમય લાગતો હોય વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક બાજુની ફાટક ખુલતાંની સાથે જેતે બાજુના વાહન ચાલકો રેલ્વે ટ્રેક સુધી આવી જતાં ટ્રાફિક જતાં ટ્રાફિક જામની પરિસ્થિતી સર્જાય હતી. જોકે આવતીકાલ સુધીમાં સમસ્યા હલ થઈ જશે એવું રેલ્વેના સૂત્રોને જણાવ્યુ હતું. અંગે બારડોલી રેલ્વે સ્ટેશનના પ્રબંધક બાબુભાઇ ચૌધરીએ જણાવ્યુ હતું કે હાલ સિંગલ લાઇનને ડબલલાઇનમાં કન્વર્ટ કારવાની કામગીરી ચાલી રહી હોય ફાટક મેન્યૂઅલી ખોલવામાં આવી રહી છે. આવતીકાલ સુધીમાં લગભગ સમસ્યાનું નિરાકરણ આવી જશે.

અસ્તાન ફાટક મેન્યુઅલી ચાલુ બંધ કરતાં વાહનચાલકો અટાવયા.

વાહનચાલકોનો સમય અને ઈંધણનો વ્યય થઈ રહ્યો છે

રેલવે લાઇનમાં ડબલટ્રેક શરૂ કરવાનું કામ ચાલી રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો