તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રેલવે ટ્રેક પર પડી જતાં યુવાનનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે ટ્રેક પર પડી જતાં યુવાનનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી| પલસાણાતાલુકાના ચલથાણ ગામની સીમમાં સુરત ભુસાવલ રેલવે ટ્રેક પર એક 30 વર્ષીય અજાણ્યા ઈસમનું ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું. પલસાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાંથી પસાર થતા સુરત ભુસાવલ રેલવે ટ્રેક ઉપર 18મી જુલાઈના રોજ સવારે 7.30 કલાક પહેલા રેલવેના થાંભલા નં 12/13થી 12/14ની વચ્ચે ટ્રેક ઉપરથી આવતી જતી ટ્રેનની અડફેટે એક 30 વર્ષીય અજાણ્યા ઈસમ આવી જતાં તેનું મોત થયું હતું. મૃતક ઈસમ શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉં વર્ણ અને 5.4 ફૂટ ઉંચાઈ તેના જમણા હાથે ખભા ઉપર મા નામનું છુંદણું તેમજ હાથના કાંડા ઉપર દિલનું છુંદણું કોતરાવેલ છે. જેથી કડોદરા પોલીસ સ્ટેશનના હેકો. ધર્મેશ રાઠોડે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો