તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પલસાણાના નાની ધોમડોદ ગામેથી 11 બકરાંની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પલસાણાના નાની ધોમડોદ ગામેથી 11 બકરાંની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પલસાણાતાલુકાના નાનીધામડોદ ગામે હળપતિવાસમાંથી ગતરાત્રિ દરમિયાન એક શ્રમજીવી પરિવારની ઘરની બહાર બાંધેલ 11 જેટલા બકરા ચોરી થઈ જતાં પરિવારને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ઘણા સમય બાદ ફરી વિસ્તારમાં બકરાચોરતી ટોળકી સક્રીય બની છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના નાની ધામડોદ ગામે આવેલ હળપતિવાસમાં રહેતા સોમાભાઈ છનાભાઈ રાઠોડનાઓ ખેત મજૂરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરે છે. જેમાં તેઓ બકરાઓ પાળે છે. ઘરની બહાર પજારીમાં સોમાભાઈના બકરા બાંધ્યા હતાં. જેમાંથી ગતરાત્રિ દરમિયાન 11 જેટલા બકરા કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી ગયા હતાં. સોમાભાઈના પરિવારે સવારના ઉઠીને જોયું તો તેમના બકરા ગાયબ હતાં. ઘટના બાદ પલસાણા પંથકમાં ફરી બકરા ચોરતી ટોળકી સક્રીય બની હોવાનું જાણવા મળ્યું છે. બકરા ચોરીની ઘટનાને લઈ પરિવારને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો