• Gujarati News
  • મહુવાતાલુકાના ફૂલવાડી ગામે ધૂમધામથી ગણેશ વિસર્જન ચાલતું હતું. સમયે

મહુવાતાલુકાના ફૂલવાડી ગામે ધૂમધામથી ગણેશ વિસર્જન ચાલતું હતું. સમયે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાતાલુકાના ફૂલવાડી ગામે ધૂમધામથી ગણેશ વિસર્જન ચાલતું હતું. સમયે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી માટે મહુવા ઉપરાંત જિલ્લામાંથી અન્ય વિસ્તારમાંથી પોલીસ કર્મચારીને બંદોબસ્તમાં બોલાવ્યા હતાં. ફૂલવાડી ખાતે ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ અને ગણેશ વિસર્જનમાં આવેલા મંડળ વચ્ચે રકઝક થઈ હતી.
સમયે મહુવા તાલુકાના ભાજપના એક યુવા નેતા પણ ગણેશ વિસર્જનમાં મંડળ સાથે હાજર હતાં. તેમણે પોતાના હોદ્દાના રૂએ રોફ ઝાડી પોલીસ કર્મચારી સાથે બોલાચાલી કરી હતી. એક સમયે વાતાવરણ ગરમાતા પોલીસ કર્મચારીઓએ ફોન કરી મહુવા પીએસઆઈને જાણ કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરતાં મહુવા પીએસઆઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને પીએસઆઈએ ઝપાઝપી કરી ભાજપના નેતાને ખાનગી ગાડીમાં બેસાડી દીધા હતાં. કાર્યવાહી કરવા માટે મહુવા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાની તૈયારી કરતાં હતાં ત્યારે બીજી બાજુનો દરવાજો ખોલી ભાજપના નેતા ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતાં. અને ત્યારબાદ નેતાએ અન્ય રાજકીય નેતાને સમગ્ર હકીકત અંગે જાણ કરતાં રાજકીય દબાણ વચ્ચે પોલીસ અધિકારીઓએ કોઈ પ્રકારની કાર્યવાહી કરી હતી. પરંતુ સમગ્ર પ્રકરણ મહુવા પંથકમાં ટોકઓફ ધી ટાઉન બની ગયું હતું. ઘટના અંગે મહુવા પીએસઆઈ હેમંત પટેલનો સંપર્ક કરી હકીકત જાણવાનો પ્રયાસ કરતા તેમણે અંગે કોઈ પ્રકારની માહિતી આપી હતી.
પોલીસે ગાડીમાં બેસાડી દેતા નેતા રફૂચક્કર થઈ ગયાં
ફૂલવાડીમાં વિસર્જન દરમિયાન ભાજપી નેતા-પોલીસ વચ્ચે ચકમક