• Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | બારડોલી તાલુકાના સુરાલી સહિત સુરત અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ઠેર ઠેર વ

ભાસ્કર િવશેષ | બારડોલી તાલુકાના સુરાલી સહિત સુરત અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ઠેર-ઠેર વાઘબારસની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિવાસીસંસ્કૃતિનું એક અલગ મહત્વ હોય છે. આદિવાસીઓ જંગલ, જમીનના રક્ષા કરતા હોય છે. તેઓના તહેવારો પણ કુદરતને મહત્વ આપવામાં આવે છે. બારડોલી તાલુકાના ધારિયા ઓવરા ફળિયામાં એજ રીતે શ્રાવણ સુદ બારસના રોજ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવી હતી.

શ્રાવણ સુદ બારએ આદિવાસીઓ વાઘ બારસ તરીકે ઉજવવામાં આવે છે. જે પરંપરા અનુસાર બારડોલી તાલુકાના ધારિયા ઓવરા ફળિયાના આદિવાસીઓ ઘરે ઘરેથી લોટ અને છાણા ઉઘરાવે છે. એને ગુણવંતી નદી કિનારે પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરે છે. ત્યારબાદ પોતાની સંસ્કૃતિ અનુસાર નાચગાન કરી દેવી દેવતાની પૂજા કરે છે. ત્યારબાદ ઉઘરાવેલ લોટના રોટલા બનાવી ખાખરાના પાનની વચ્ચે મુકી છાણાના દેવતામાં રોટલા તૈયાર કરે છે. સમયે ઉપસ્થિત આદિવાસી પોતાની સાથે લાવેલા વાનગીઓ રોટલા સાથે આરોગે છે. દરમિયાન એક આદિવાસી યુવાન વાઘનું રૂપ ધારણ કરી આવે છે. યુવાનને જંગલી વેલી સાથે બાંધી દેવામાં આવે છે. ત્યારબાદ વાઘ સાથે આદિવાસીઓ સંઘર્ષ ભર્યા બનાવો વર્ણવે છે. અને આખરમાં વાઘને જંગલી વેલીમાંથી મૂક્ત કરવામાં આવે છે. ત્યારે વાઘ બનેલો યુવાન પૂજાના સ્થાનેથી ભાગી છૂટે છે. તે દરમિયાન ઉપસ્થિત આદિવાસીઓ દ્વાલા બનાવેલ કાદવના લાડુઓથી વાઘ પર પ્રહાર કરે છે. અને વાઘ ત્યાથી ભાગી જાય છે. ત્યારબાદ પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરે છે. બારડોલીના સુરાલી ખાતે આવેલ ધારિયા ઓવારાના યુવાનો દ્વારા દર વર્ષે રીતની પૂજા અર્ચના કરે છે. જે કાર્યક્રમને સફળ બનાવવા અનિલભાઈ ચૌધરી દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

સુરાલીમાં આદિવાસીઓએ વાઘ બારસની પૂજા કરી રહેલા આદિવાસી સમાજ.

આદિવાસી સમાજે પરંપરાગત રીતે વાઘબારસ ઊજવી

અન્ય સમાચારો પણ છે...