• Gujarati News
  • National
  • 4થી વધું વ્યકિતના ભેગા થવા પર પ્રતિબંધ

4થી વધું વ્યકિતના ભેગા થવા પર પ્રતિબંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | સુરતજિલ્લામાં ગણેશ ઉત્સવ, બકરી ઈદ, નવરાત્રી તથા દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લક્ષમાં લેતાં જાહેર શાતિ અને સલામતી જળવાય રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. ડી. વસાવાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. જે અનુસાર ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવી કે સરઘસ કાઢવા ઉપર તા. ૧૩/૦૮/૨૦૧૭થી તા.૧૬/૧૦/૨૦૧૭ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રા અને લગ્નના વરધોડાને લાગુ પડશે નહી.

અન્ય સમાચારો પણ છે...