તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બમરોલી ગોટાસા માર્ગ પર ગ્રાવલનું પુરાણ કરવામાં આવતાં રાહત

બમરોલી ગોટાસા માર્ગ પર ગ્રાવલનું પુરાણ કરવામાં આવતાં રાહત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનાગોટાસાથી બમરોલીને જોડતો માર્ગ અંત્યંત બિસ્માર હાલતમાં હોય જે અંગે સ્થાનિક રાજકીય નેતાઓને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આખરે દિવ્ય ભાસ્કર દ્વારા સમસ્યા અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે અહેવાલને ધ્યાને લઈ બમરોલીના ડેપ્યુટી સરપંચે ભાથું (ગ્રાવલ) પુરાવતા સ્થાનિકોને રાહત થઈ છે.

બારડોલી તાલુકાનાં બમરોલી અને ગોટાસા ગામના આગેવાનોએ બમરોલી અને ગોટાસાને જોડતો માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોય અને ચોમાસા દરમિયાન માર્ગ પરથી ભારે જહેમતે પસાર થવું પડતું હોય જેની યોગ્ય મરામત્ત કરાવવા સ્થાનિક આગેવાનો તેમજ સ્થાનિક રાજકારણી વારંવાર ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત સભ્યને પણ જાણ કરવામાં આવી હતી. જે અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને આખરે બમરોલી ગામના ડેપ્યુટી સરપંચ મહેન્દ્રસિંહ સોલંકીએ માર્ગ પર પડેલ ખાડાઓ દૂર કરી સ્થાનિકોને પડતી મુશ્કેલીમાંથી છૂટકારો અપાવવા ગતરોજ પોતાના ખર્ચે ભાથું (ગ્રાવલ) પુરાવવામાં આવ્યું હતું. જેથી સ્થાનિકોમાં ખુશીની લહેર વ્યાપી હતી. ચોમાસા દરમિયાન સ્થાનિકોને પડતી મુશ્કેલીમાંથી છુટકારો મળ્યો છે. પરંતુ કાયમી માર્ગની મુશ્કેલીમાંથી છૂટાકરો મેળવવા માટે રાજકીય નેતાઓ બાબત ધ્યાને લઈ પાકો ડામર માર્ગ બનાવે તે અંત્યંત જરૂરી છે.જે અંગે ગામના ડેપ્યુટી સરપંચ મહેન્દ્રસિંહ સોલંકી જણાવ્યા મુજબ માર્ગની યોગ્ય મરામત કરાવવા માટે બારડોલી ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત સભ્યને પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા આખરે પોતાના ખર્ચે માર્ગ પર 6 થી 7 ટ્રક ગ્રાવલ (ભાથું) પૂરી સ્થાનિકોને માર્ગની સમસ્યામાંથી છુટકારો અપાવ્યો છે.

ગોટાસા રોડ પર ગ્રાવલ નાંખવામાં આવતા વાહનચાલકોને રાહત.

ડામર માર્ગ બનાવવાની લોકમાંગ

અન્ય સમાચારો પણ છે...