તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધોળીકૂઇ ગામમાં 200 વર્ષ જૂના ઐતિહાસિક વડમાં આગ લાગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળીકૂઇ ગામમાં 200 વર્ષ જૂના ઐતિહાસિક વડમાં આગ લાગી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવાનાંધોળીકુઇ ગામે રવિવારે વર્ષો જૂનું વડનું ઝાડમાં આગ લાગી હતી. જોકે બારડોલી નગરપાલિકાની ફાયર ટીમને જાણ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ધોળીકુઇ ગામે તળાવ પાસે રહેતા ડાહ્યાભાઇ ભીખાભાઇ રબારીના ઘરની પાછળ આશરે 200 વર્ષ જૂનું વડનું ઝાડ આવેલ છે. રવિવારના બપોરના 2.30 વાગ્યે અચાનક ઝાડના થડમાં આગ લાગી હતી. વર્ષો જૂનુ ઝાડ ગામની ઓળખ સમાન હોય. જે ટકાવી રાખવા માટે ગામના સરપંચ સારિકાબેને તાત્કાલિક બારડોલી પાલિકાના ફાયરમાં જાણ કરી હતી. ફાયર અધિકારી પી.બી.ગઢવીની સૂચનાથી મિનિ ફાયર સાથે ટીમ સ્થળ પર પહોંચી હતી. અને લગભગ એક કલાકની મહેનત બાદ વડના થડમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. વડના ઝાડમાં કોઈ દ્વારા આગ લગાવી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળેલ છે.

મહુવાના ધોળીકૂઇ ગામે આવેલા વર્ષો જુના વડના ઝાડમાં આગ લાગી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો