તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડોલવણમાં ચાર રસ્તા ઉપર સર્કલના અભાવે વાહનચાલકોને ભારે મુશ્કેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોલવણમાં ચાર રસ્તા ઉપર સર્કલના અભાવે વાહનચાલકોને ભારે મુશ્કેલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લાના ડોલવણ તાલુકા મથકે આવેલ ચાર રસ્તા પર વાહનોની અવાર જવર વધારે હોવાના કારણે સર્કલ બનાવવું જરૂરી છે. સર્કલના અભાવે વાહનચાલકોમાં અકસ્માતો વધી રહ્યા છે જેના કારણે ભૂતકાળમાં નિર્દોષ લોકો જાન ગુમાવી ચૂકયા છે. સર્કલ માટે અવાર નવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા મુશ્કેલી વધી રહી છે.

વાહનોથી ધમધમતો ડોલવણ તાલુકાના ચાર રસ્તા મથકે સર્કલના અભાવે વાહનોમાં અકસ્માતો વધી રહ્યા છે. ડોલવણ તાલુકાના ચાર રસ્તા મથકમાથી પસાર થતા વાપી સામળાજી હાઇવે ન. માર્ગ પર બુહારી, બારડોલી, સુરત, ઉનાઈ, વ્યારા તરફનો ટ્રાફિક રાત-દિવસ ધમધમતો રહે છે. ચાર રસ્તા પર અનેક અકસ્માત થઇ ચૂકયા છે. તેમજ અનેક પશુઓ પણ મોટા વાહનોની સ્પીડના ભોગ બની રહ્યા છે. ડોલવણ મથકમાં આજુબાજુના ગામથી લોકોની પણ ઘણી અવરજવર થતી રહેતી હોય છે. ત્યારે હાઇવે પરથી પુરપાટ ઝડપે દોડતા વાહનો સાથે અકસ્માત થવાનો ભાવ રહે છે. માર્ગ પર એસ.ટી. બસ, ખાનગી વાહનો, ટ્રક, જીપ, મેટાડોર, ટુ વ્હીલર અને સાઇકલ સવારનો ટ્રાફિક વધારે રહે છે. ડોલવણ ચાર રસ્તા પર સર્કલ હોવાના કારણે વાહનચાલકો તેજ ગતિએ પસાર થતા હોય છે. સર્કલ બનાવાય તો વાહનની સ્પીડ ઘટાડી શકાય અને અકસ્માતો ને રોકી શકાય. ઉનાઈથી વ્યારા અને બારડોલી, સુરત તરફ જતા વાહનચાલકોના માથે અકસ્માતનો ભય રહેલો છે. બીજી તરફ નાના વાહન ચાલકો તથા દ્રિ -ચક્રી વાહન ચાલકોને પણ બાબતે વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્ર દ્વારા બાબત વિશે ધ્યાન આપવું જરૂરી રહ્યું.

ડોલવણ ખાતે સર્કલનો અભાવે વાહન ચાલકોને મુશ્કેલી

સર્કલના અભાવે અકસ્માતોમાં વધારો, સ્થાનિકોમાં રોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો