તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર િવશેષ | એકહથ્થા શાસનમાં તઘલખી નિર્ણયો લઈ નગરજનોના રૂપિયાનો ખોટો વ્યય થઈ રહ્યો હોવાનો હવે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | એકહથ્થા શાસનમાં તઘલખી નિર્ણયો લઈ નગરજનોના રૂપિયાનો ખોટો વ્યય થઈ રહ્યો હોવાનો હવે લોકોને અહેસાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનગરપાલિકાના શાસકોનો વહીવટ કથળી રહ્યો છે. જેનું કારણ એક હથ્થું શાસનમાં તઘલખી નિર્ણયો લઈ નગરજનોના રૂપિયાનો ખોટો વ્યય કરવામાં આવી રહ્યો છે. હેગડેવોર ચોકથી જતો પંડિત દિનદયાળ માર્ગ તાજેતરમાં બનાવ્યો અને હવે જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યુ છે. જોકે પદાધિકારી પણ ખોદકામથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે. ત્યાંરે જાહેરમાર્ગ ખોદકામ થવા છતાં અટકાવનાર પણ કોઇ નથી સાબિત થઇ રહ્યુ છે. શાસકો માટે આનાથી વિશેષ કમનશીબી હોય શકે.

આચાર્ય તુલસી માર્ગ પર આવેલ હેગડેવોર ચોકથી પસાર પંડિત દિનદયાળ માર્ગ તાજેતરમાં લાખ્ખો રૂપિયા ખર્ચ કરી બનાવવામાં આવ્યો છે. માંડ દશ દિવસ થયા હશે. નગરજનો લાંબી આવરદા સુધી ઉપયોગ કરી શકે એવી આશા સેવાઇ હતી. ત્યાં માર્ગ પર જેશીબીથી ખોદકામ પણ શરૂ થતાં નગરજનો પણ ચકિત થઇ ગયા હતાં. લાખ્ખો રૂપિયાના ખર્ચ કરવા છતા ખોદકામ થવાથી રૂપિયાનો વ્યય થયો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. વધુમાં માર્ગ પર ખોદકામ થતુ હોવા છતાં પાલિકાના પદાધિકારી પણ અજાણ હોવાનુ જાણવા મળેલ છે, જેસીબીથી નવો માર્ગ ખોદી નાંખવા છતાં અટકાવનાર પણ કોઇ નથી. આવવો અંધેર વહીવટ ચાલતા નગરજનોને વહીવટી ખામી શાસકો બતાવી રહ્યા છે. નગરજનોના રૂપિયાનો ખોટો વ્યય કરવામાં આવી રહ્યો છે. પહેલા રસ્તાનું કામ પછી ખોદકામ સમજવું નગરજનો માટે મુશ્કેલ બન્યું છે.

શા માટે ખોદકામ તે અંગે શાસકો પણ અજાણ

બારડોલી નગરના હેગડેવોર સર્કલથી શરૂ થતા પંડિત દિનદયાલ ઉપાધ્યાય માર્ગનું કામ થયુને માંડ દશેક દિવસ થયા છે. ત્યાં શાસકેએ ખોદકામ કરાવ્યુ છે. વધુમાં ખોદકામ શા માટે થઇ રહ્યુ છે. પણ જાણ શુધ્ધા નથી.

બારડોલી પાલિકાએ પહેલાં રસ્તો બનાવ્યો હવે ખોદકામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો