તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માનવી જીવનની સાચી તાકાત તેનો આત્મવિશ્વાસ છે: રત્નસુંદર મહારાજ

માનવી જીવનની સાચી તાકાત તેનો આત્મવિશ્વાસ છે: રત્નસુંદર મહારાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | ચાતુર્માસનીસુંદર આરાધનામાં પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વ બાદ રવિવારથી પાંચ રવિવારીય શિબિર શરૂ થઈ છે. જે શિબિરમાં એમને સાંભળવા ગામે ગામથી લોકો ઉમટી પડ્યા છે. આજની શિબિર બે સેશનમાં થઈ હતી પ્રથમ પેન્સિલને લક્ષમાં રાખી એમણે વિશેષણો સમજાવ્યા હતા. જેમાં સમર્પણભાવ પેન્સિલે જો ચાલવું છે જો પોતાનામાં રહેલી તાકાત બહાર લાવવી હોય જો પોતાનું વ્યક્તિત્વ વિકસાવવું હોય, પોતાના અસ્તિત્વને જો સાર્થક કરવું હોય કે પોતાના દ્વારા જગત ઉપર ઉપકારો કરવા હોય તો કોઈકના હાથમાં સોંપાઈ જવું અનિવાર્ય છે. આપણે પણ પેન્સિલની જેમ કોઈકના હાથમાં આપણું જીવન સોંપી દેવું જોઈએ જો કઈક બનવું હોય કે કઈક મેળવવું હોય તો કોઈકના હાથમાં આપણી જાતને સમર્પિત કરી દેવી જોઈએ કોઈકના હાથમાં સમર્પિત થયાબાદ પેન્સિલ લાખો કાગળ લખી શકે છે. સત્વ - અંગે જણાવ્યુ હતું કે ફુગ્ગાની સાચી તાકાત અંદરમાં રહેલી હવા છે. આપણાં જીવનની સાચી તાકાત આપણો આત્મા વિશ્વાસ છે. આપણી પવિત્રતા છે પ્રલોભનોને ના પાડવાની તાકાત છે અને આપણી પ્રસન્નતા છે. અને સુધારની તૈયારી પેન્સિલના લખાણમાં ભૂલ થઈ જાય તો સુધારી લેવાની શક્યતા પણ હોય છે તેમ આપણાં જીવનમાં પણ જાણતા કે અજાણતા ભૂલ થઈ જાય તો સુધારી લેવાની હિમ્મત આપણે કેળવવી પડે જગતમાં બીજાને સંભળાવનારા જીવોની સંખ્યા ઘણી મોટી છે. સાંભળનારા જીવોની સંખ્યા ઓછી છે. સહન કરવાની તૈયારી પેન્સિલે આગળ વધવું હોય જેમ ઘસારાની તૈયારી રાખવી પડે તેમ આપણે મોટા કે મહાન બનવા માંગતા હોયએ તો પીડાને પ્રસન્નતા પૂર્વક સ્વીકારવની તૈયારી રાખવી જોઈએ. આગની પીડા વેઠ્યા પછી સોનું શુદ્ધ થખાય, ઘડો મજબૂત થાય છે. નીચે જવાના સ્વભાવવાળુ પાણી વરાડા બનીને ઉપર જાય છે તેમ સમજણ પૂર્વક પીડા વેઠ્યા પછી આત્માન ઉર્ધ્વગમન સંભવીત બને છે. સુધારની તૈયારી પેન્સીલના લખાણમાં ભૂલ થઈ જાય તો સુધારી લેવાની શક્યાત પણ હોય છે. તેમ આપણા જીવનમાં પણ જાણતા કે અજાણતા ભૂલ થઈ જાય તો સુધારી લેવાની હિંમત આપણે કેળવવી પડે.

અન્ય સમાચારો પણ છે...