તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખોજપારડી વાઘેચા રોડના સળિયા બહાર નીકળી ગયા

ખોજપારડી-વાઘેચા રોડના સળિયા બહાર નીકળી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના ખોજ પારડીથી વાઘેચા જતો ટૂંકા માર્ગ પર આવેલ નહેરના પુલ નજીક સળિયા બહાર નીકળી આવતાં અહીંથી પસાર થતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સળિયા રોડથી ઘણા ઉંચા નીકળી આવતાં પસાર થતાં વાહનોમાં ભેળવાઈને અકસ્માતના બનાવો બની રહ્યાં છે. જેને લઇ તોબા પોકારી ઉઠલા વાહનચાલકો દ્વારા માર્ગની તાકીદે મરામત કરવાની માંગ ઉઠવા પામી છે. ત્યારે તંત્ર ક્યારે લોકોની સમસ્યા દુર કરે તે જોવું રહ્યું .

અંગે મળતી વિગતો મુજબ ગત વર્ષોમાં ખોજ પારડીથી વાઘેચા જતાં શોર્ટકટ રોડ પર આવેલ નહેર પરનો પુલ ભાંગી ગયો હતો. જેના કારણે અહીનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. અને લોકોએ હાલકીનો સામનો કરવો પડ્યો હતો. અવાર નવાર રજૂઆત બાદ પુલ તો બનાવી દેવામાં આવ્યો પરંતુ પુલ સાથે બનાવેલ રસ્તા પર વાપરવામાં આવેલ મટિરિયલ હલકી કક્ષાનું હોવાનું સાબિત થયું છે. જેને લઇ લોકોમાં કામગીરી સામે રોષની લાગણી સર્જાઇ છે.

રસ્તા પર નાંખવામાં આવેલ સળિયા જે હાલ ઉખડીને બહાર આવી ગયા છે. અને સળિયા રોડ કરતાં વધુ ઉંચાઈએ આવી જતાં અહીથી પસાર થતાં વાહનમાં ભેરવાઈને અકસ્માતના બનાવો બની રહ્યાં છે. જ્યારે રાત્રિના સમયે અહીંથી પસાર થતાં લોકોના પગમાં ભેરવાઈને જમીન પર પટકાઈને ઈજા થવાના ઘણા બનાવો બન્યા છે. માટે સંબંધિત તંત્ર લોકોને પડતી અગવડને દૂર કરી રસ્તાને સુરક્ષીત બનાવે તેવી માંગ ઊભી થઈ છે.

ખોજપારડી-વાઘેચા રોડના સળિયા બહાર નીકળી જતાં અકસ્માતોના બનાવો વધ્યા.

બહાર નીકળી ગયેલા સળિયાઓને કારણે અકસ્માતો વધ્યા

માર્ગની કામગીરી પર શંકા સર્જાઇ

^રોડબન્યા બાદ રોડમાંથી સળિયા ઉખડી જતાં કામગીરી પર શંકા ઉઠી રહી છે. ઉપરાંત સમસ્યાને કારણે ઘણા લોકો અકસ્માતને ભેટીને ઈજાગ્રસ્ત થયા છે. માર્ગ પરથી પશુઓ પણ અવર જવર કરતાં હોય જેમના પગમાં પણ સળિયા ભેરવાઈને ઈજા થઈ રહી છે.> મગનભાઈપટેલ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...