• Gujarati News
  • National
  • દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા નાસતાફરતા આરોપીની ધરપકડ

દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા નાસતાફરતા આરોપીની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલીપોલીસે બે વર્ષથી વિદેશી દારૂની હેરાફેરીમાં પલસાણા પોલીસ મથકનો વોન્ટેડ આોપીની ધરપકડ કરી હતી. અને પલસાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી પોલીસ મથકના પોકો. ગુલાબભાઈ ગોપાળભાઈને બાતમી મળી હતી કે પલસાણા પોસ્ટેના ગુ. રા. નં 574ય2015 પ્રોહી એક્ટ ગુનાના કામનો છેલ્લા વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ ઓરોપી બારડોલી નૂર નગર માતા ફળિયામાં જવાના રસ્તાની સામે રોડ પર ઊભો છે. જેથી તાત્કાલિક સ્થળ પર પહોંચી સવારે 11.45 વાગ્યે ધરપકડ કરી હતી. પોલીસે વોન્ટેડ આરોપીની અટક કરી પૂછતાછમાં છેલ્લા બે વર્ષ પહેલા પલસાણા પોલીસમાં સ્ટાફનો ગુનો નોંધાયો હતો. ત્યારથી નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું. જેથી બારડોલી પોલીસે 14મી ઓગસ્ટના રોજ પલાસણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...